સરકાર સામે સંઘર્ષમાં ઉતરનાર કથિત સંગઠન નકસલ પ્રેરિત નથી ને ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

સરકાર સામે સંઘર્ષમાં ઉતરનાર કથિત સંગઠન નકસલ પ્રેરિત નથી ને ?


- ડાંગ જંગલની વન્ય સંપત્તિ પર ફક્ત અમારો જ અધિકાર, સરકારને લીઝ પર આપી હતી તે મુદ્દત પુરી થઈ એવા દાવા રજૂ કરાયા

વાંસદા, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર

ડાંગ જિલ્લાનું એક આદિવાસી સંગઠન સરકારી તંત્ર સામે બાયો ચઢાવી જંગલ સંપત્તિ પર પોતાનો હક્ક હોવાનું અને તેમાં વિભાગે હસ્તક્ષેપ નહીં કરવા આવેદનરૂપે ઉત્તર દક્ષિણ બંને વન વિભાગનાં ડિવિઝનની કચેરીએ રજૂઆત કરતા હોબાળો મચ્યો છે.

માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી ડાંગનાં આદિવાસી લોકોનાં પ્રશ્નોને વાચા આપતા એક આદિવાસી સંગઠન મંડળ દ્વારા ઝૂંબેશ ચલાવાઈ રહી છે. જેમાં જંગલ-જમીન સહિત ડાંગની તમામ મિલકત આ મંડળની હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તેમજ ડાંગની જમીન સહિત જંગલો પર પોતાનો જ અધિકાર હોય અને આ તમામ મિલકત તેઓએ સરકારને લીઝ પર આપી હતી, તેની મુદ્દત પૂર્ણ થઈ ગયાનું દાવા સાથે મંડળમાં ઠરાવ કરી તમામ સરકારી કચેરીઓમાં દરખાસ્ત મોકલી દેવાઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આદિવાસી મંડળ સરકારી તંત્રને પમ ધોળીને પી ગયો હોય તેમ જંગલ જમીન સહિત સમગ્ર ડાંગ જિલ્લા પર પોતાનો અધિકાર હોવાનાં દાવાઓ સાથે અવાર નવાર મોટી સંખ્યામાં રેલીઓ કાઢી સંબંધિત તંત્રને આવેદન પત્ર આપી ડાંગનો જંગલ વિસ્તાર સહિતની જમીનો પોતાનો ફાળવી દેવા રજૂઆતો કરાઈ રહી છે.

તા. ૯-૧-૧૯નાં રોજ ડાંગ જિલ્લાનાં મુખ્ય વહિવટી મથક આહવા ખાતે આવા જ એક આદિવાસી મંડળ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી કાઢી અમારૂ ડાંગ અમને પાછું આપોનાં નારા બાદ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલ ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની રેંજોમાં આ મંડળ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી જંગલમાં ઘુસણખોરી કરી જંગલની રક્ષા કરતાં હોવાનો ઠરાવ લખી તમામ રેંજોને જાણ કરી કહેવામાં આવ્યું છે કે, અમારા આદિવાસી મંડળ દ્વારા જંગલની ઝાળવણી કરાઈ રહી છે, જેથી જંગલ વિસ્તારમાં અમારા આદિવાસી યુવાનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે ઈજા થશે, તો વન વિભાગની જવાબદારી રહેશે. તેવા ઠરાવો કરી વન વિભાગને મોકલી દેવાતાં વન વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

કારણ કે ડાંગનાં કિંમતી જંગલોનાં વિકાસ માટે રાજય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપીયાનું આંધણ કરે છે, ત્યારે કથિત ડાંગની આદિવાસી મંડળ દ્વારા વનવિભાગને જ ગર્ભીત ધમકી આપતા ખળભળાટ મચ્યો છે. તેવામાં સવાલ એ થાય છે કે ડાંગમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી તંત્ર સામે બળવો કરી તેમની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાની ઘટનાથી ડાંગમાં પણ નકસલી પ્રવૃતિ તો નથી થઈ રહી ને ? કારણ ભલે જે કંઈ પણ હોય પરંતુ ડાંગનાં ભલા ભોળા આદિવાસીઓને ભટકાવી સરકારી તંત્ર સામે બળવો કરવા કયુ છુપુ સંગઠન કાર્યરત છે, તેની તપાસ કરી જવાબદારો સામે સખ્ત પગલાં ભરવામાં ન આવે તો સરકારી તંત્રને આદિવાસી સંગઠનનાં નામે ગુમરાહ કરતાં તત્વોને ડામી દેવા નવનેજા પાણી ઉતરે તેમા બે મત નથી.

સરકારી તંત્ર વિરૂધ્ધ કામગીરી શરૂ કરાઈ છે

આ સંદર્ભે ઉત્તર ડાંગ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસે જણાવ્યું હતું કે કેટલાક સમયથી ડાંગની ઈસખંડી-જાગીરી વિકાસ મંડળી દ્વારા સરકારી તંત્ર વિરૂધ્ધ કામગીરી શરૂ કરાઈ છે. જેમાં લવચાલી રેંજ દ્વારા ગુના કામનાં લાકડા જમા કરાવવાની કામગીરી ચાલી રહી હતી. તેમાં આ મંડળ દ્વારા અમારા સ્ટાફ સાથે ઘર્ષણમાં ઉત્તરી આ અમારૂ જંગલ છે, તેમાં તમારે હસ્તક્ષેપ નહીં કરવો તેમજ આ જંગલ પર અમારોજ અધિકાર છે, તેવા નિવેદનો કરી સરકારી કામમાં દખલ કરતા તેઓ સામે સુબીર પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. તેમ જ તેમના મંડળ દ્વારા વન વિભાગને ગેરકાયદેસર ઠરાવ કરતો પત્ર પણ પાઠવ્યો હતો. જે અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMDJZ1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages