ટી.વી ચેનલના પેકેજ ન લીધા હોય તો પ્રસારણ ગમે ત્યારે બંધ થઇ જશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

ટી.વી ચેનલના પેકેજ ન લીધા હોય તો પ્રસારણ ગમે ત્યારે બંધ થઇ જશે


- ગ્રાહકોને પેકેજ લેવા માટે સમજાવવા હેડનોએ આખો દિવસ કેબલ ઓપરેટરો સાથે બેઠકો કરીઃ ફ્રી ટુ એર ચેનલો જોવા માટે પણ મિનિમમ રૂા.૧૩૦ ચાર્જ ચૂકવવો પડશે

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર

દેશભરમાં કેબલના ગ્રાહકો માટે પેકેજ સિસ્ટમ દાખલ કર્યા બાદ જે પણ ગ્રાહકોએ પેકેજ સિસ્ટમ લીધી ના હશે તે ગ્રાહકોને ત્યાં કેબલ પર માત્ર ફી ટુ એર ચેનલો જ ચાલુ રાખવાના આદેશના પગલે સુરત શહેરમાં આજે હેડન તેમજ કેબલ ઓપરેટરો વચ્ચે મીટીંગનો દૌર શરૂ થઇ ગયા છે.અને ગ્રાહકોને પેકેજ લેવા માટે સમજાવી રહયાં છે.

ટ્રાઇ ના આદેશથી આગામી દિવસોમાં પેકેજ સિસ્ટમ દાખલ થઇ જશે. જેમાં કેબલ કનેકશન ધરાવતા ગ્રાહકોએ ફરજિયાત રૂા.૧૩૦ ચૂકવવાના રહેશે. આટલી રકમ ચૂકવ્યા પછી ગ્રાહકને માત્ર ફી ટુ એર ચેનલ જ જોવા મળશે. ત્યારબાદ જે પણ ચેનલો જોવી હશે તે ચેનલો માટે પેકેજ લેવા પડશે તો જ ચેનલો દેખાશે. જે ગ્રાહક જે ચેનલનું પેકેજ નહી  લેશે તેને ત્યાં તે ચેનલ દેખાશે નહીં.

ટ્રાઇના આ નિર્ણયનો આગામી દિવસોમાં અમલવારી શરૂ થવાની છે. અને કેટલાક હેડનોએ કેબલ ઓપરેટરોને આજે અલ્ટીમેટમ આપી દીધુ છે કે જે ગ્રાહકોએ પેકેજ ના લીધુ હશે તે ગ્રાહકને ત્યાં આવતીકાલ મંગળવારથી માત્ર ફી ટુ એર જ ચેનલો દેખાશે. બાકીની ચેનલો ગમે તે ધડીએ દેખાવવાનું બંધ થઇ જશે. આથી કેબલ ઓપરેટરોએ ગ્રાહકોને ચેનલના પેકેજ લેવા માટે ફોન કરવાનું શરૂ કરી દીધુ છે. કટેલાક હેડનોની ચેનલો બે-ત્રણ દિવસ ચાલશે. ત્યારબાદ આગામી ૬ ફ્રેબુઆરીથી જેમણે ચેનલોનું પેકેજ લીધુ ના હોઇ તેમને ત્યાં ફી ટુ એર ચેનલ જ દેખાશે.

સુરત શહેરમાં આજે આખો દિવસ કેબલ ઓપરેટરો અને હેડનો વચ્ચે મીટીંગના દૌર શરૂ થયા છે.અને ગ્રાહકોને પેકેજ લેવા માટે સમજાવા માટે જણાવી રહયાં છે. સુરત કેબલ ઓપરેટરના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ આવતીકાલ મંગળવારે કયા હેડનો ચેનલો બંધ કરે છે. તેને ધ્યાનમાં રાખીને લડત શરૂ કરીશુ.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RHlnVM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages