અમદાવાદ, સોમવાર
વસ્ત્રાપુરમાં આવેલી મેમેનગર પોસ્ટ ઓફિસનું તાળુ તોડીને કોઈ અજાણ્યો શખ્સ અંદરથી ૧૩ મોબાઈલની ચોરી કરી ગયો હતો. પોસ્ટના કર્મચારીઓને કામકાજ માટે આ ફોન અપાયા હતા જે તેમણે કામકાજ બાદ પોસ્ટ ઓફિસમાં જણા કરાવ્યા હતા.
આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં બહુમાળી મકાન નજીક આવેલી મેમનગર પોસ્ટ ઓફિસમાં ૨ જાન્યુઆરીથી ૪ જાન્યુઆરી દરમિયાન ચોરીનો આ બનાવ બન્યો હતો. જેમાં પોસ્ટ ઓફિસનં તાળુ તોડીને કબાડમાં રાખેલા ૧૩ મોબાઈલની ચોરી થઈ હતી. આ અંગે આશિસ્ટંટ પોસ્ટ માસ્ટર નવીનભાઈ પટેલે પોસ્ટ માસ્ટર રાજેશ ચંપકલાલ પંચાલને જાણ કરી હતી. રાજેશભાઈએ આવીને જોયું તો કબાટમાંથી સામાન વેરવિખેર પડેલો હતો અને ૧૩ મોબાઈલ ગુમ હતા. આરોપીઓએ પોસ્ટ ઓફિસના મુખ્ય દરવાજાનું તાળુ તોડીને અંદરના બીજા દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હોવાનું જણાયું હતું.
આ અંગે પોસ્ટ માસ્ટર રાજેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટ ઓફિસ તરફથી કર્મચારીઓને કામકાજ માટે આ મોબાઈલ આપવામાં આવ્યા હતા.સાંજે કામકાજ પુરૃ થયા બાદ તેઓ આ મોબાઈલ પોસ્ટ ઓફિસમાં જમા કરાવી દેતા હતા. જોકે પોસ્ટ ઓફિસમાં સીસીટીવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGpNhg
No comments:
Post a Comment