
ગાંધીનગર, તા. 01 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારોને વડોદરા મહાનગરપાલિકાની હદ માં સમાવિષ્ટ કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર ગોરવા, સમા, હરણી, બાપોદ, તરસાલી અને કલાલી ગામોના બાકી રહેલા વિસ્તારોનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે.
આ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ન હોવાને કારણે તેમજ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ન રહેતા નાગરિકોને સુખાકારી સુવિધા પુરી પાડવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળેલી રજૂઆતોને પગેલે મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે. હવે વડોદરા મહાનગર પાલિકાની હદમાં 17.0458 ચો.કી મી નો વધારો થશે.
આ સમાવિષ્ટ વિસ્તારોમાં ગોરવા પંચવટીથી ઉડેરા ગામ સુધીનો 0.842 ચો.કિમી. (ગંગનગર, અજયનગર, જલારામનગર, ઇન્દિરાનગર), હરણી બાયબપાસ પછીનો 9.096 ચો.કિમી. (દરજીપુરા, જીવરાજનગર), સમાકેનાલ પછીનો 1.576 ચો.કિમી. (કેનાલ બહારની વસાહતો) તરસાલી નેશનલ હાઇવે નંબર 8 પછીનો 2.644 ચો.કિમી. બાપોદ, નેશનલ હાઇવે નં. 8ની પૂર્વ તરફનો ૦૭૦૦ ચો.કિમી. (નેશનલ હાઇવે નં. 8 પછીનો પૂર્વ વિસ્તાર) તેમજ કલાલી કેનાલ પછીનો 2.57 ચો.કિમી.(કેનાલ પછીનો વિસ્તાર) મળીને કુલ 17.458 ચો.કિમી. વિસ્તારનો સમાવેશ થાય છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SfXh9S
No comments:
Post a Comment