પાકિસ્તાનના બે લશ્કરી અધિકારી સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

પાકિસ્તાનના બે લશ્કરી અધિકારી સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી

મુંબઈ, તા.3 ફેબ્રુઆરી 2019,રવિવાર

મહારાષ્ટ્રની જિલ્લા સેશન્સકોર્ટે ૨૬ નવેમ્બરના આતંકવાદી હુમલા પ્રકરણે પાકિસ્તાનના બે અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વારન્ટ જારી કર્યું છે. જેમના નામે આ વોરન્ટ જારી કરાયા છે તેમાં મેજર અબ્દુલ રહેમાન પાશા અને મેજર ઈકબાલ છે.

આ પ્રકરણે સરકારી સાક્ષી બનેલા અમેરિકામાં જન્મેલા લશ્કરે-તૈયબાના આતંકવાદી ડેેવિડ કોલમેન હેડલી પાસેથી મળેલી સૂચનાને આધારે સરકારી પક્ષનું માનવું છે કે મેજર પાશા સેવાનિવૃત્ત થઈ ગયા છે જ્યારે મેજર હવે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે જોડાયા છે.

પોલીસની ક્રાઈમ બ્રાંચ તરફથી રજૂ કરાયેલા આરોપપત્રમાં મેેજર પાશા અને મેજર ઈકબાલને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવાયા છે. એડિશનલ સેશન્સ જજ એસ. વી. યારલાગડ્ડાએ આ સંબંધે વિશેષ સરકારી વકિલ ઉજ્જ્વલ નિકમ તરફથી રજૂ કરાયેલી અરજીને ૨૧ જાન્યુઆરીએ સ્વીકારવામાં આવી હતી.

નિકમે જે કોર્ટમાં અરજી કરવામાં આવી છે એ જ કોર્ટમાં ૨૬ નવેમ્બરના મુંબી આતંકવાદી હુમલા સંબંધે લશ્કરે તૈૈયબાના કથિત સભ્ય સૈયદ જબિઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલ સામેના કેસની સુનાવણી કરી રહી છે.

નિકમે અરજીમાં જણાવ્યું છે કે આ કેસમાં થયેલા કાવતરા વિશે હેડલી પાસેથી મળેલી જાણકારીમાં પાકિસ્તાની સેનાના બંને અધિકારીઓની ભૂમિકા સામે આવી છે. હાલ અમેરિકાની જેલમાં બંધ હેડલી આ કેસમાં સરકારી સાક્ષીદાર બન્યો છે અને તેણે ૨૦૧૬માં વિડિયો કોન્ફરન્સિંગ મારફત નિવેદન નોંધાવ્યું હતું.

હેડલીની જુબાની ભારતના વલણની પુષ્ટી કરે છે કે ૨૬ નવેમ્બર ૨૦૦૮નો હુમલો માત્ર પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો જ નહીં પણ પાકિસ્તાની સેનાના અધિકારીઓના મગજની પણ  ઉપજ હતો. કોર્ટે તમામ રજૂઆત સાંભળ્યા બાદ અરજીનો સ્વીકાર કર્યો હતો.

કેસની આગામી સુનાવણી છઠ્ઠી ફેબુ્રઆરીએ રાખવામાં આવી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HOAWv5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages