દાભોળકર હત્યા કેસમાં પકડાયેલા વધુ બે આરોપીને જામીન પર મુક્ત કરાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

દાભોળકર હત્યા કેસમાં પકડાયેલા વધુ બે આરોપીને જામીન પર મુક્ત કરાયા

મુંબઈ, તા.3 ફેબ્રુઆરી 2019,રવિવાર

નરેન્દ્ર દાભોળકર હત્યા કેસમાં હથિયાર ધરાવવા પ્રકરણે સીબીઆઈએ પકડેેલા ઔરંગાબાદના અજિંક્ય અને શુભમ સુરળે નામના બે ભાઈઓને રૃ.૫૦ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

સુરળે બંધુનો સંબંધ નહોવાનું તપાસમાં સ્પષ્ટ થયાની લેખિતમાં માહિતી સીબીઆઈએ કોર્ટને આપી હતી. આ પ્રકરણમાં ગત ૨૨ ઓગસ્ટના રોજ સિટી ચોક પોલીસ સ્ટેશનમા ંશુભમ અને  અજિંક્ય સુરળે સામે ગુનો નોઁધ્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર પકડાયેલા સચિન અણદૂરેએ તેના સાળા અજિંક્ય અને શુભમને પિસ્તોલ છુપાવીને રાખવાનું જણાવ્યું હતું.

આ આરોપનું ખંડન કરીને સુરળે પરિવારે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. અરજી ફગાવાથી આ નિર્ણયના વિરોધમાં સુરળેએ હાઈકોર્ટની બેન્ચ સમક્ષ જામીન માટે ધા નાખી હતી.

હાલ સુરળે બંધુ અદાલતી કસ્ટડીમાં છે. દર સોમવારે સિટી ચોક પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી તથા સાક્ષીદારો પર દબાવ નહીં લાવવા જેવી શરતોને આધારે જામીન મંજૂર કર્યા હોવાનું  પોલીસે જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2t1PAVH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages