દિલ્હીની વાત:મમતા દીદીનો કેન્દ્ર સામે આક્રોશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

દિલ્હીની વાત:મમતા દીદીનો કેન્દ્ર સામે આક્રોશ


મમતા દીદીનો કેન્દ્ર સામે આક્રોશ

નવી દિલ્હી,તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર

બંગાળની ટાયગ્રેસ (વાઘણ) કહેવાતા મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ૧૯ જાન્યુઆરીએ કોલકાતામાં વિરોધ પક્ષોનો મોટો જમાવડો કર્યો હતો. હવે સીબીઆઇ સાથેની તકરારમાં તેઓ ફરી કેન્દ્ર સામે શિગડા ભેરવી રહ્યા છે. શારદા ચીટ ફંડ કેસમાં કોલકાતાના પોલીસ કમિશનરની અટકાયત કરી તેમની પૂછપરછ કરવાના સીબીઆઇના પ્રયાસોને મમતાએ નિષ્ફળ બનાવ્યા હતા અને કેન્દ્રના આ પગલાનો વિરોધ કરવા તેઓ ધરણા પર બેઠા છે. કોંગ્રેસના વડા રાહુલ ગાંધીએ પણ મોડી રાત્રે તેમની સાથે વાત કરી હતી. મમતા બેનર્જીને તમામ વિરોધ પક્ષોનો અને મોટા નેતાઓનો સાથ મળી રહ્યો છે. આંઘ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડૂ તમામને એક સંયુક્ત યોજના પર કામ કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોલકાતાના મુદ્દે આજે સંસદના બંને ગૃહો બંધ રાખવા પડયા હતા. કોલકાતાના પોલીસ કમિશનરને પકડવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે સુનાવણી થશે ત્યારે સ્થિતિ વધુ વણસી શકે છે.

જેટલીની સીબીઆઇ વડા બાબતે દખલગીરી 

હાલમાં અમેરિકામાં સારવાર લઇ રહેલા નાણા પ્રધાન જેટલીએ સીબીઆઇના વડાની પસંદગી બાબતે દખલગીરી કરતાં કોંગ્રેસે વાંધો લીધો હતો. સીબીઆઇના વડા તરીકે આર.બી. શુકલની પસંદગી થતાં  કોંગ્રેસના નેતા અને પસંદગી સમિતિના સભ્ય મલ્લિકાર્જુન ખડગેએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેટલીએ તેમન વિરૂધ્ધ લખ્યું હતું. તેના જવાબમાં કોંગ્રેસના નેતાએ લખ્યું હતું કે પસંદગી સમિતિનો સભ્ય હું છું નહીં કે જેટલી. એ શા માટે માથું મારે છે?

લોકપ્રિય બજેટ પણ શંકાઓ યથાવત

બજેટમાં ખેડૂતો, મધ્યમ વર્ગ અને કામદારોને રાહત અપાઇ હતી, પરંતુ શંકાઓ તેની જગ્યાએ છે. નાણા પ્રધાન પીયુષ ગોયલે મહિલાઓના કલ્યાણ અને તેમના જીવન ઘોરણમાં સુધારો કરવા અંગે વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. ગરીબી રેખા નીચેના મહિલાઓને મફતમાં રાધંણ ગેસ અપવા ઉજ્જવલા યોજાનાના વખાણ કર્યા હતા, પરંતુ સેન્ટર ફોર સોશિયલ રિસર્તના ડાયરેકટર રંજના કુમારીએ કહ્યું હતું કે આનાથી મહિલાઓના જીવન ધોરણમાં કોઇ ફેર પડશે નહીં.'શિક્ષિત મહિલામાં બેરોજગારી વધતી જ જાય છે. નોકરીઓ વધારવા માટે કંઇ કર્યું નથી.  નિર્ભયા ફંડનો પણ યોગ્ય ઉપયોગ કરાયો નથી.

કિસાન યોજનામાં જમીન વિહોણા ખેડૂતો બાકાત

સુચિત વડા પ્રધાન કિસાન યોજનામાં લાભના ધારાધોરણો જમીન પર નક્કી કરાયા છે. પરંતુ એ ખેડૂતોનું શું તેમની પાસે જમાીન જ નથી? આના જવાબમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ કહે છે કે જેઓ અન્યોની જમાીન પર મજૂરી કરે છે તેમને નરેગામાં આવરી લેવાયા છે.જે લોકો અન્યોની જમીન પર ખેતી કરે છે અને તેમાં ભાગીદારી કરે છે તેમને પણ કિસાન યોજનામાં આવરી લેવાયા નથી.

એસસી-એસટી સંસ્થાઓએ બજેટની ટીકા કરે

' આ તો ચૂંટણીલક્ષી બજેટ છે. મોટા આંકડા અને ઓછો લાભ'એમ દલિત માનવાધિતારના રાષ્ટ્રીય પંચેના બીના પાલ્લીકાલે કહ્યું હતું. તેમના સંગઠનનું કહેવું હતું કે સિમાંત સમુદાયો માટે બજેટમાં કંઇ જ નથી.જો કે બજેટમાં એસસી માટે રૂપિયા ૭૬૮૦૧ કરોડ અને એસટી માટે ૫૦૦૮૬ કરોડ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ કર્મશીલોનું કહેવું છે કે મોટાભાગની રકમ સામાન્ય લોકો માટેની યોજનાઓમાં આાવરી લેવાઇ છે.

- ઇન્દર સાહની



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GkJt6J

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages