મુંબઈ,તા.3 ફેબ્રુઆરી 2019,રવિવાર
વરિષ્ઠ સામાજિક કાર્યકર અન્ના હઝારેના ઉપવાસ આંદોલનનો રવિવારે પાંચમો દિવસ થયો હતો. છેલ્લા પાંચ જિવસમાં અન્ના હઝારેએ પાંચ દિવસમાં ૩.૮ કિલોગ્રામ વજન ગુમાવ્યું છે. અને તેમના બ્લડ પ્રેસર, બ્લડ સુગર અને ક્રિએટિનાઈન લેવલ યુરિનમાં વધારો નોંધાયો છે.
શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરેએ અન્ના હઝારેના ભૂખ હડતાળના મામલે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે તેમના જીવન સાથે રમત રમવી જાઈએ નહીં. અન્ના હઝારે ભ્રષ્ટાચાર સામે લડત આપી રહ્યા છે. જે પ્રશ્નનો સામનો સમગ્ર દેશ કરી રહ્યો છે. ઉધ્ધવ ઠાકરેએ અન્ના હઝારેને સૂચન આપ્યું હતું કે ઉપવાસ કરીને જીવનનું બલિદાન આપવા કરતા તેમણે શેરીઓમાં ઊતરી પ્રજામાં જાગૃતિ ફેલાવવી જોઈએ.
ઉધ્ધવ ઠાકરેએ વ્યંગમાં કહ્યું કે ''હાલમાં ભારતની પ્રજાને એનેસ્થેશિયા આપવા આવ્યો છે જેમાંથી પ્રજાને જગાડવાની જરૃરત છે. અન્ના હઝારેએ જય પ્રકાશ નારાયણની ભૂમિકા અપનાવી નવી ક્રાંતિ લાવવી જોઈએ.
અન્ના હઝારેના ઉપવાસના પાંચમાં દિવસે આસપાસની પ્રજાએ સુયા ગામ પાસેના અહમદનગર-પુણે સ્ટેટ હાઈવેને બ્લોક કર્યો હતો. કેન્દ્રમાં લોકપાલની અને જ્યાં નહીં હોય તેવા રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવાની માગણી સહિત અન્ય માગણીઓના સમર્થનમાં ઉપવાસ પર ઉતર્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HPqtj2
No comments:
Post a Comment