મુંબઇ તા.5 ફેબ્રુઆરી 2019, મંગળવાર
મોખરાના કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક રેમો ડિસોઝાની આગામી ડાન્સ બેઝ્ડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરનો ફર્સ્ટ લૂક સોમવારે રિલિઝ થયો હતો.
અગાઉ એવા અહેવાલ પ્રગટ થયા હતા કે આ ફિલ્મનંુ ટાઇટલ એબીસીડી થ્રી હશે. પરંતુ રેમોએ સ્ટ્રીટ ડાન્સર નમ પસંદ કર્યું હતું. શક્ય છે, ઝોયા અખ્તરના ગલી બૉય ટાઇટલ પરથી રેમોને પ્રેરણા મળી હોઇ શકે છે.
અગાઉ રેમોએ એની બડી કેન ડાન્સ (એબીસીડી) અને એબીસીડી ટુ ફિલ્મો બનાવી હતી જે હિટ નીવડી હતી. આ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં રેમો એબીસીડી ટુની હિટ જોડી વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરને રિપિટ કરી રહ્યા છે.
ફિલ્મના હીરો વરુણે ટ્વીટર પર ફર્સ્ટ લૂક રજૂ કરતાં આ જાહેરાત કરી હતી. એણે લખ્યું હતું, 'ડાન્સ કરી શકતા હો તો સડક પર ચાલતા જવાની શી જરૂર છે વારુ ? કાયદાનો ભંગ કરીને આઠમી નવેંબરે આવો અમારી સાથે સડક પર તાલ મિલાવવા..'
રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં અન્ય ટોચના કોરિયોગ્રાફર પ્રભુ દેવા અને નોરા ફતેહી પણ મહત્ત્વના રોલ કરી રહ્યાં છે. અત્યાર અગાઉ વરુણે એક પોસ્ટર રિલિઝ કર્યું હતું જેમાં એ હવામાં એક ડાન્સ પોઝ આપી રહ્યો હોય એવું દેખાડાયું હતું.
આ ફિલ્મમાં વરુણ લંડનમાં ઊછરેલા એક યુવકનો રોલ કરી રહ્યો છે. એપ્રિલના બીજા ત્રીજા સપ્તાહમાં ફિલ્મનંુ શૂટિંગ પૂરું થવાની ધારણા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HTk8TM
No comments:
Post a Comment