લોસ એંજલ્સ તા.5 ફેબ્રુઆરી 2019, મંગળવાર
ડ્રગના વ્યસનમાંથી મુક્ત થવા માટેના રિહેબિલિટેશન સેન્ટરમાંથી તાજેરમાં બહાર આવેલી ગાયિકા-મોડેલ-અભિનેત્રી ડેમી લોવાટો ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી પડી હતી.
બન્યું એવું કે વીઝાની મુદત કરતાં વધુ સમય બ્રિટનમાં રહી પડેલા ગાયક ટ્વેન્ટી વન સેવેજ (સાચું નામ શા યા બીન અબ્રાહમ જોસેફ)ને ઇમિગ્રેશન સત્તાવાળાઓએ પકડી પાડીને એને ડિપોર્ટ કર્યો હતો. આ સમાચાર મળતાં ડેમીએ સોશ્યલ મિડિયા પર એવી ટકોર કરી કે ટ્વેન્ટી વન સેવેજની ઘટના પરથી મને નવો રમૂજી આઇડિયા સ્ફૂર્યો હતો...
એને કલ્પના પણ નહોતી કે એની આ પોસ્ટના કેવા પ્રતિભાવ આવશે. એની પોસ્ટ પછી થોડા કલાકોમાં લોકો ડેમી પર તૂટી પડયા હતા અને એવી ટીકા કરી હતી કે આ ઘટનામાં રમૂજ જેવું શું હતું ? તમે આવી પોસ્ટ કરી જ કેવી રીતે શકો ?
સામા પક્ષે ટ્વેન્ટી વન સેવેજે ડેમીની ટીકા કરતાં લખ્યું હતું, મને નવાઇ લાગે છે કે ડ્રગ રિહેબિલિટેશન સાથે સંકળાયેલી વ્યક્તિ આવી રમૂજ કઇ રીતે કરી શકે ?
દેખીતી રીતેજ ડ્રગ એબ્યુઝની વાત આવતા ડેમી છેડાઇ પડી હતી પરંતુ હવે શું કરી શકે ? પ્રકરણનો આરંભ એણે કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Blh5OB
No comments:
Post a Comment