આદમ લેવિન્સે સલમાન ખાનવાળી કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

આદમ લેવિન્સે સલમાન ખાનવાળી કરી

લોસ એંજલ્સ તા.5 ફેબ્રુઆરી 2019,  મંગળવાર

અમેરિકન ગાયક આદમ લેવિન્સે તાજેતરમાં સલમાન ખાનવાળી કરી હતી અને એક સ્ટેજ પ્રોગ્રામમાં ચાલુ પ્રોગ્રામે પોતાનું શર્ટ કાઢીને હવામાં ફંગોળી દીધું હતું.

જો કે એના હજ્જારો ચાહકો આ પગલાથી નારાજ થયા હતા અને સોશ્યલ મિડિયા પર લેવિન્સની આકરી ટીકા થઇ હતી. કેટલાક લોકોએ ૨૦૦૪માં જેનેટ જેક્સનના શોમાં થયેલી આવી ઘટનાને યાદ કરી હતી. જો કે એ ઘટનામાં જેનેટે પોતે શર્ટ કાઢ્યું નહોતું પણ એને વોર્ડરોબ માલફંક્શન ગણાવાયું હતું. મિડિયાએ એ ઘટનાને નીપલગેટ કહીને એની ટીકા કરી હતી અને સીબીએસ નેટવર્કને આકરો દંડ ભરવાની સજા કરવામાં આવી હતી. 

એનએફએલ સુપર બૉલ હાફટાઇમ શો દરમિયાન આ ઘટના બની હતી. સાથોસાથ પહેલીવાર કાર્ટુન પાત્ર સ્પોંજબૉબે સ્ટેજ પર કેમિયો કર્યો હતો. હાજર રહેલા સૌએ કાર્ટુનના કેમિયોને બિરદાવતાં લેવિન્સની ઝાટકણી કાઢી હતી. 

સોશ્યલ મિડિયાની વાત બાજુ પર રાખીએ તો શોમાં હાજર રહેલા સૌએ લેવિન્સને તાળીઓ પાડીને, સિસોટી વગાડીને તેમજ હો હા કરીને બિરદાવ્યો હતો એમ પિપલ ડૉટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2t7CAO6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages