વડોદરા,તા.4 ફેબ્રુઆરી,2019,સોમવાર
સમા વિસ્તારમાં અંદાજે બે લાખ ફુટ જમીનનો ખેડૂત તરીકે વર્ષ-૧૯૯૯માં દસ્તાવેજ કરનાર બિલ્ડર સ્વરાજ પાણેરીએ જમીનના અવેજની રકમ ચૂકવવા માટે કેસો પાછા ખેંચાવી પૂરતી રકમ નહીં આપતાં અને મહિલા તેમજ તેના પુત્રને ધમકી આપતાં તેમણે પોલીસ કમિશનરને અરજી આપી છે.
સમા વિસ્તારમાં હાલની વર્તમાન કિંમત રૃા.૬૦ થી ૭૦ કરોડ જેટલી આંકી શકાય તેમ છે.આ જમીન બિલ્ડર સ્વરાજ નરભેરામ પાણેરી (રહે.આમ્રકુંજ સોસાયટી, ઇલોરાપાર્ક દ્વારા તા.૨-૧૧-૧૯૯૯માં દસ્તાવેજ કરી ખરીદવામાં આવી હતી.
જમીનમાં હક્ક ધરાવતા ચંદ્રિકાબેન ચીમનલાલ પટેલ રહે.શ્રી કૃષ્ણા એપાર્ટમેન્ટ, ઘડીયાળીપોળે પોલીસ કમિશનરને કહ્યું છે કે,જમીનનો કારભાર મારા ભાઇ કરતા હતા.કેટલાક દિવસો પછી મને જમીનનો દસ્તાવેજ થયાની જાણ થઇ હતી.જેથી આ અગે કોર્ટમાં દાવો કરતાં સામે પક્ષે રૃા.૫.૫૧ લાખ ચૂકવી સમાધાન કરી દાવો પરત ખેંચ્યો હતો.પરંતુ તે મુજબ અવેજ નહીં ચૂકવાતાં કરાર રદ કરવા જણાવતાં બિલ્ડરે રૃા.૪.૨૫ લાખ ચૂકવ્યા હતા.
આ રકમ મહિલાએ પરત કરી હતી અને કરાર રદ કરવાની નોટીસ આપી ફરી દાવો કરતાં ફરીથી સામે પક્ષે સમાધાન કરી રૃી.૧૫ લાખ ચૂકવવા લખાણ અપાતાં દાવો પરત ખેંચાયો હતો.પરંતુ સ્વરાજ પાણેરીએ માત્ર રૃા.૭.૫૦ લાખ ચૂકવી બાકીની રકમ હજી ચૂકવી નથી અને કલેક્ટર કચેરીમાં જમીન એનએ પણ કરાવી લીધી છે.આ અંગે તેમની સામે હજી દાવો ચાલી રહ્યો છે.બિલ્ડરે મને અને મારા પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2BmsQE9
No comments:
Post a Comment