વડોદરા, તા. 4 ફેબ્રુઆરી,2019, સોમવચાર
ગાજરાવાડીના નામચીન બુટલેગર લાલજી રબારીના પુત્રોએ પણ પિતાનો દારૃનો કારોબાર સંભાળી લીધો છે. સોમવારે સવારે પોલીસને જોઈને લાલજી રબારીનો નાનો પુત્ર દારૃ ભરેલો ટેમ્પો છોડીને ભાગી ગયો હતો.
પિતાના પગલે પુત્રે પણ દારૃના ધંધામાં ઝંપલાવ્યું
આ અંગેની વિગ એવી છે કે ગાજરાવાડીના નામચીન બુટલેગર લાલજી રબારી વિરૃદ્ધ પ્રોહિબિશનના સંખ્યાબંધ કેસો નોંધાયા છે અને તે પાસામાં પણ જઈ આવ્યો છે. લાલજી રબારીના પુત્રોએ પણ દારૃનો ધંધો સંભાળી લીધો છે. આજે સવારે લાલજીના નાના પુત્ર જયમીને છોટાહાથી ટેમ્પોમાં વિદેશી દારૃ લાવીને ઉતારતો હતો. તે સમયે જ વાડી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સવારે છ વાગ્યે પોલીસે રેઈડ પાડતા જયમીન રબારી અને તેનો સાગરિત ભાગી છૂટયા હતા. પોલીસે બૂમો પાડવા છતાંય જયમીન ઉભો રહ્યો ન હતો. પોલીસે છોટાહાથી ટેમ્પામાંથી વિદેશી દારૃની ૮૨૮ બોટલો કિંમત રૃપિયા ૪,૮૧,૪૦૦ની કબ્જે લીધી છે. જ્યારે લાલજી રબારીના પુત્ર જયમીન અને તેના સાગરિતને વોન્ટેડ જાહેર કર્યા છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TyOJHD
No comments:
Post a Comment