બીડના એડિશનલ કલેક્ટર પાંચ લાખ રૃપિયાની લાંચ લેતા ઝડપાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

બીડના એડિશનલ કલેક્ટર પાંચ લાખ રૃપિયાની લાંચ લેતા ઝડપાયા

(પીટીઆઇ) મુંબઇ, તા.3 ફેબ્રુઆરી 2019,રવિવાર

બીડ જિલ્લાના એડિશનલ કલેક્ટરને શનિવારે એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો)એ પાંચ લાખ રૃપિયાની કથિત લાંચ સ્વીકારતા પકડી પાડયા હતા. એડિશનલ કલેક્ટર વી. એમ. કાંબળે એક અનાજ-કઠોળના ગોદામની ઇન્કવાયરી સમિતિના વડા હતા. તેમણે આ સંદર્ભે તપાસ આગળ ન ધપાવવાના આશયથી ૧૦ લાખ રૃપિયાની લાંચની માગણી કરી હતી. અંતે પાંચ લાખ રૃપિયામાં સમાધાન થયું હતું.

આ બાદ ફરિયાદીએ ૩૧ જાન્યુઆરીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. આ બાદ એસીબીએ જાળ બિછાવી કાંબળે અને તેના સાથીદાર અને વચેટિયા મહાદેવ મહાકુંડેને પાંચ લાખ રૃપિયા સ્વીકારતા રંગેહાથે ઝડપી લીધા હતા.

આ સંદર્ભે શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હોઈ ઔરંગાબાદ અને નાંદેડમાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HQYJdI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages