બેંકોના બે બાકીદારોએ રૃા.૫૮ કરોડની રકમ જમા કરાવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

બેંકોના બે બાકીદારોએ રૃા.૫૮ કરોડની રકમ જમા કરાવી

 વડોદરા, તા.5 ફેબ્રુઆરી, મંગવાર

બેંકોમાં સ્થાવર મિલકતો ગીરવે મુક્યા બાદ લોનની ભરપાઇ નહી કરનારાઓ સામે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા આખરે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે   બે બાકીદારોએ રૃા.૫૮ કરોડની રકમ જમા કરાવી દીધી છે.

ધ સિક્યુરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ની કલમ-૧૪ મુજબ જિલ્લા કલેક્ટરે ૭૯ જેટલી મિલકતો જપ્ત કરવાનો હુકમ કર્યો હતો. શહેરની વિવિધ બેંકોના બાકીદારોને અગાઉ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી એટલું જ નહી પરંતુ બંધ સ્થાવર મિલકત-મકાન પર નોટિસ ચોંટાડવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ આશરે રૃા.૧૦૦ કરોડની વસુલાત માટે કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા આખરે કર્ણાટક બેંકના બાકીદાર માસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંચાલકોની રૃા.૨૬ કરોડ ૯૬ લાખ બાકી રકમ પૈકી રૃા.૩૦ કરોડ આજે બેંકમાં ભરપાઇ કરી દીધી  હતી. આ ઉપરાંત કર્ણાટક બેંકના જ બાકીદાર મેસર્સ ટેક્સલ્સ પ્રા.લી.ના ૨૯ કરોડ બાકીની રકમ પૈકી રૃા.૨૮ કરોડ ભરપાઇ કરી દેવાયા છે.

બેંકોના અન્ય બાકીદારો દ્વારા લોનની બાકી પડતી રકમ ભરપાઇ કરવા માટે મુદતની માંગણી સાથે દોડાદોડી શરૃ કરી દેવામાં આવી હતી. 



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DcZmsJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages