દેશનાં કુલ વર્કફોર્સમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સતત ઘટવા તરફી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

દેશનાં કુલ વર્કફોર્સમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સતત ઘટવા તરફી



કેન્દ્ર સરકાર એક તરફ બેટી બચાવો-બેટી પઢાવોનો કોલાહલ  કરી રહી છે ત્યારે બીજી તરફ દેશના કામદાર વર્ગમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સતત ઓછું થતું જાય છે. વિતેલા વરસોમાં ફીંમેલ લેબર ફોર્સ  પાર્ટિસિપેશન રેટસ (એફએલપીઆરએસ) સતત ઘટવા તરફી છે. 

લેબર બ્યુરોમાંથી પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડા સૂચવે છે કે ૨૦૧૧-૧૨માં  પંદર તથા એનાથી વધુ આયુની મહિલાઓનો એફએલટીઆર ૩૦ ટકા હતો જે ૨૦૧૫-૧૬માં  ઘટીને ૨૭.૪ ટકા રહ્યો છે. બીજા એક સત્તાવાર  અંદાજ પ્રમાણે આ ધેોવાણ માત્ર એફએલપીઆરના આંકડાઓ સુધી જ મર્યાદિત  નથી. કુલ મઝદૂર મહિલાઓનો આંકડો પણ ઘટીને આપ્યો છે. 

૨૦૧૩-૧૪માં દેશમાં મહિલા  લેબર ફોર્સની સંખ્યા ૧૩૬.૨૫ મિલિયન હતી. જે આંકડો ૨૦૧૫-૧૬માં ઘટીને ૧૨૪.૩૮ મિલિયન થઈ ગયો. આ નાનોસૂનો ઘટાડો નથી. બે વરસમાં ૧૧.૮૬ લાખ મહિલાઓ, લેબર ફોર્સમાંથી અદ્રશ્ય થઈ ગઈ.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના આંકડાઓ મુજબ ૨૦૩૦ સુધીમાં  એફએલપીઆરનો આંકડો  ૨૪ ટકા સુધી ગગડી  જશે. જો આવું થાય તો એ વાતમાં માલ નથી કે ભારત એસડીજી (સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ)-૫ જાળવી શકે અને જાતિગત અસમાનતાને સંપૂર્ણપણે નાબૂદ કરી શકે.

ગગડતા એફએલપીઆરને અટકાવવા માટે  કેન્દ્ર સરકારે મહિલા એમ્પ્લોયમેન્ટના  કાર્યક્રમોને  લોન્ચ કર્યા છે. જેમાં મુખ્યત્વે એમજીએનઆરઈજીએ, પીએમઈજીપી, મુદ્રા ઈત્યાદિનો સમાવેશ થાય છે. પરંતુ એનો ફાયદો  દેખાતો નથી. સ્પેશ્યલ સ્કીલ ટ્રેનિંગ પ્રોગ્રામોની  ઘોષણા કરી અને ગર્લ ચાઈલ્ડના શિક્ષણને ટેકો આપવાના કાર્યક્રમોમાં ભારે આર્થિક રોકાણ કર્યું. પરંતુ, આ બધુ ઉપરછલ્લું સાબિત થયું. મહિલાઓ ઠેરની ઠેર રહી. 

જો કે હવે ખરી જરૂર સામાજિક ધારાધોરણોમાં  બદલાવની અને પુરૂષોની માનસિકતા બદલવાની છે. એવું માની લેવામાં આવે છે કે મહિલાઓનું સર્જન બાળકોનું  ધ્યાન રાખવા માટે થયું છે.  તથા ઘર સંભાળવાથી જવાબદારી માત્ર મહિલાઓની છે. એક સરકારી અંદાજ પ્રમાણે ઘરેલું કામમાં જોતરાયેલી મહિલાઓની ટકાવારી છેલ્લા દાયકામાં અનેકગણી વધવા પામી છે.

અલબત્ત, ગ્રામીણ વિસ્તારમાં આ તફાવત વધુ છે.  પરંતુ શહેરી વિસ્તારોમાં  પણ પરિસ્થિતિ ચિન્તાજનક છે. સરકારે  જરૂર પડે તો કાયદાનો  ઉપયોગ કરી મહિલાઓ પર ઘરકામ અને બાળઉછેરનું  ભારણ  ઘટાડવું જોઈએ.  ચાઈલ્ડ કેર સપોર્ટ માત્ર મહિલાની  જવાબદારી  નથી એ અંગે જાગરૂકતા  લાવવાની જરૂર છે.

બીજું, ચાઈલ્ડ કરે સબસીડી  મળે તો વધુને વધુ મહિલાઓ કામ કરવા જઈ શકે. ફીમેલ એમ્પલોયમેન્ટના આંકડાઓમાં  આ પગલાથી ઘણો સુધાર આવશે. બ્રાઝિલના રિયો ડી-જાનેરોમાં  થયેલા એક અભ્યાસ પરથી  એવા નિષ્કર્ષ પર પહોંચાડયું હતું કે મફત ચાઈલ્ડ કેર સબસીડી અપાયા પછી મહિલાઓનો એમ્પલોયમેન્ટ રેટ બમણો થઈ ગયો હતો.

ચાઈલ્ડ કેર સબસીડીનો લાભ આપવાનું શરૂ થયું એ અગાઉ મહિલાઓ કામ નહોતી કરતી.  પણ આ યોજના કાર્યાન્વિત કરવામાં આવી પછી વધુને વધુ મહિલાઓ ઘરની બહાર નીકળી શકી.

આ ચાઈલ્ડ કેસ સબસીડી  માત્ર મહિલા કેન્દ્રિત નથી.  એની અસર નાની છોકરીઓના શિક્ષણ પર પણ દેખાય છે. આ છોકરીઓએ ઘરમાં એમનાથી નાનકડા બાળકનું ધ્યાન રાખવા ઘેર નથી બેઠાં રહેવું પડતું. તાજેતરમાં કેન્દ્ર સરકારે સંગઠિત  ક્ષેત્રની મહિલાઓ  માટે સુધારેલો મેટરનિટી  બેનિફીટ  એક્ટ ૨૦૧૧ લાખ છે. પરંતુ આ કાયદાનો વ્યાપ હવે  અસંગઠિત ક્ષેત્ર સુધી વિસ્તારવાની જરૂર છે.

સુધારેલા  કાયદા પ્રમાણે જે સંગઠનમાં  ૫૦થી અધિક કામદાર હોય એમણે મેટરનિટી બેનિફિટ આપવો ફરજિયાત છે. ટૂંકમાં સરકારે આ પચાસનો  'થ્રેશહોલ્ડ' ઘટાડવાની જરૂર છે.  બીજું ચાઈલ્ડ કેર માગ  મહિલાની જવાબદારી છે એ વલણ બદલવાની જરૂર છે મહિલાની જેમ કર્મચારીને  અમુક લાભ આપવાની જરૂર છે. જેનાથી આ સદીઓ પુરાની માન્યતામાં બદલાવ આવશે.

નેશનલ ક્રેચ સ્કીમની રચના અસંગઠિત ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે પરંતુ આનો અમલ કરવાની તાતી આવશ્યકતા  છે. આ યોજના માત્ર કાગળ પૂરતી મર્યાદિત છે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે  આ યોજનાને  અપાતા ભંડોળનું   પ્રમાણ ૯૦થી ઘટાડી ૬૦ ટકા કરી નાખ્યું.  ત્યારબાદ રાજ્યો તરફથી આર્થિક મદદ ન મળવાને કારણે દેશભરમાં  અનેક ઘોડિયાઘર બંધ પડી ગયા. 

ચાઈલ્ડ કેરની બાબતે પરંપરાગત  વિચારસરણી   હવે  બદલાતી જાય છે. કુંટુબો  નાના બની  રહ્યા છે  આ પરિસ્થિતિમાં   બાળકોની  સાર-સંભાળ  માટે સામુદાયિક અભિગમ કેળવવો જોઈએ. 

- પ્રસંગપટ



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gol7Ji

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages