પ્રાણીઓમાં 'બળાત્કાર' સામાન્ય બાબત છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

પ્રાણીઓમાં 'બળાત્કાર' સામાન્ય બાબત છે



બોટલ નોઝ ડોલ્ફીનના મેલ પોતાની ટોળકી બનાવી ફીમેલને ઘેરી લે છે અને પછી વારાફરતી સેક્સ ભોગવે છે

મેલ વીંછી તેની ફીમેલને મળવા જાય ત્યારે સાથે ગીફટ તરીકે મરેલા જીવડાં લઈ જાય છે પક્ષીઓમાં બતકને મળતા જીવો બળાત્કારી હોય છે

મનુષ્યમાં પુરુષો  જાતીય આકર્ષણના કારણે ભાગ્યેજ બળાત્કાર કરતા હોય છે. મોટા ભાગે તે શારિરીક રીતે નબળા અને વિશ્વના લોકો તેમની સામે નફરત બતાવે એ માટે થાય છે. એટલેજ પતિઓ તેમની પત્ની સાથેે બરાબર વ્યવહાર નથી કરતા, ટીનેજ છોકરાઓ બાળકો પર રેપ કરે છે જ્યારે નિર્ભયા અને જીશા જેવાઓ ભયાનક રીકે તેમની જીંદગી ગુમાવે છે.

બ્રાઝીલમં એક છોકરીને ડ્રગ્સ આપીને ૩૩ લોકોએ બળાત્કાર કર્યો હતો. એવું કહી શકાય કે ગમે તેવોે સમાનતાવાળો, જાગૃત કે પૈસાદાર દેશ હોય પણ તે બળાત્કારની ઘટના કે મહિલાઓ પરના અત્યાચારથી દુર રહી શક્યા નથી. એમ પણ કહી શકાય કે બળાત્કારોનો ખાત્મો બોલાવવો હોય તો પહેલાં હિંસા અટકાવવી જોઇએ. પ્રાણીઓની કેટલીક જાતમાં ફીમેલને મનમાની કરવા દેવાતી નથી.

ક્યાં તો તેને શારિરીક બળજબરી કરીને પ્રેશરમાં લવાય છે કે પછી કપટ કરીને તેને સપડાવવામાં આવે છે. મેલને ગેરમાર્ગે દોરવા ફીમેલના પ્રજનન અંગ પર સીલ રાખેલું હોય છે. 

આ જગ્યા પર મેલ ફોર્સ સાથે ત્રાટકતો હોય છે. જો ફીમેલ તેનું સીલ કાઢવા તૈયાર ના થાય તો તે માટે બળ વાપરવામાં આવે છે. મેલ તેના પર પાછલા પગથી પાણીનો મારો ચલાવે છે. જેના કારણે બીજી ફીશ તેમજ બીજા હુમલાખોરો પણ તે દિશામાં ખેંચાઇ આવે છે. તે જાણે છે કે જો મેલથી છટકીને ભાગી જઇશ તો હુમલાખોર તેને ખાઇ જશે. આમ તેના માટે બે બાજુ જોખમ ઉભું થાય છે. અંતે હુમલાખોરનો ભોગ બનવાના બદલે તે મેલને શરણે જાય છે. તે સંમત થાય છે કે તરતજ મેલ હુમલાખોરોે ભગાડી દે છે અને સંવનન શરુ કરે છે.

સી ઓટર્સ (દરિયામાં રહેતી બિલાડી જેવે જીવ)ને રોજ બહુ ખાવા જોઇએ છે. તે તેના વજનના ૨૫ ટકા જેટલંુ રોજ ખાય છે.જ્યારે ખોરાકની અછત હોય ત્યારે તે કોઇના પણ બચ્ચાં ને પકડીને તેને ખાવાનો ડોળ કરે છે. જ્યારે ફીમેલ તેને ખાવાનું આપે પછી તે બચ્ચાં ને છોડે છે.

આ જાતિના મેલ ધણીવાર સીલ (દરીયાઇ જીવ) પર રેપ કરે છે. મેલ ઘણીવાર યુવા સીલ પર એવી રીતે ચઢી બેસે છે કે જાણે તે રેપ કરતો હોય. આ જોઇ ફીમેલ ઓટર્સ તેને સંવનન માટે તક આપે છે. સવંનન વખતે મેલ ફીમેલનું માથું પાણીં ઉંધુ કરી રાખે છે અને અંતે ફીમેલ મોતને ભેટે છે.

મેલ સીલાયન્સ ફીમેલથી ભરેલા ટાપુ પર જઇને ફીમેલ માટે લડે છે. ફીમેલ વાળા ટાપુ સુધી પહોંચવા તેમને લાંબો પ્રવાસ કરવો પડે છે. આ પ્રવાસ દરમ્યાન તેમની સેક્સની ભૂખ એટલી પ્રદિપ્ત થએલી હોય છે કે તે ફીમેલને પામવા ઝનૂની બની જાય છે. તે સેક્સ સંતોષવા ફીમેલને મારે છે અને ઉતાવળ કરવામાં ઘણીવાર ફીમેલને મારી પણ નાખે છે.

બોટલ નોઝ ડોલ્ફીનના મેલ પોતાની ટોળકી બનાવે છે અને પછી ફીમેલને ઘેરી લે છે અને પછી વારા ફરતી સેક્સ ભોગવે છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયામાં થયેલા એક અભ્યાસ અનુસાર હરીફ જૂથના ડોલ્ફીનના મેલ ફીમેલ પર રેપ ના કરે એટલે ફીમેલની ફરતે ચોકી ગોઠવવામાં આવે છે જો કે ધણીવાર આ ચોકી કરતા મેલજ ફીમેલ સાથે સેક્સ એન્જોય કરતા હોય છે. 

એક સંશોધન અનુસાર ગોમ્બી ખાતે ( ટાન્ઝાનીયાની વાઇલ્ડ લાઇફ રિઝર્વ) ચિપાન્ઝી ફીમેલ સાથે સેક્સ કરતાં પહેલાં એગ્રેસીવ બની જાય છે. એવીજ રીતે હેમાદ્રી જાતના બબૂન ફીમેલ પાસે જઇને તેનું બાળક આંચકી લે છે પછી તે બતાવીને રહે છે કે મને સેક્સ કરવા દે નહીંતર બાળકને ફેંકી દઇશ. સરંડર થયેલી ફીમેલને તે ગળાની પાછળના ભાગે બચકું ભરીને પોતાની હાજરી અંકિત કરે છે. આ નિશાની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે ફીમેલ તેની થઇ જાય છે. એટલેકે વર્ષ પછી પણ મેલ આવીને એજ ફીમેલ સાથે સેક્સ માણી શકે.

બબૂનનું આખું ગૃપ આ સિસ્ટમ સાથે સંમત હોય છે.શું આને બળાત્કાર કહી શકાય ? બાળ લગ્નો એ સંમતિ વિનાની સેક્સ હોય છે. જ્યારે ફીમેલ તેની રીતે સામનો કરતી થઇ જાય છે ત્યારે હિંસામાં ઘટાડો જોવા મળે છે.  મેલ સ્કોરપીઓન (વીંછી) જ્યારે તેની ફીમેલ પાસે જાય છે ત્યારે ગીફ્ટ રુપે મરેલા જીવાણુ લઇ જાય છે. જો તેની પાસે કોઇ ગીફ્ટ ના હોય અને ફીમેલ આનાકાની કરે તો તે રેપ કરે છે. મધમાખી ખાતા સફેદ નાના પક્ષી આફ્રીકામાં જોવા મળે છે.

મેલ અને ફીમેલ માળો બાંધીને રહે છે. જો કે રેપ આ પક્ષીઓમાં બહુ સામાન્ય વાત છે. જો ફીમેલ માળોે છોડીને એેકલી જતી રહે છે તો ડઝન જેટલા મેલ તેની પાછળ પડે છે. પાછળ પડેલા મેલ પૈકી એક તેને નીચે  પાડી નાખે છે અને રેપ કરે છે. સામાન્ય રીતે માળો છોડતી ફીમેલ સિસોટી વગાડીને તેના મેલને મેસેજ આપે છે જેથી પાછળ પડતા અન્ય મેલથી તેને બચાવી લેવાય છે.

સ્નો ગૂઝ (એક પ્રકારના હંસ) ગૃપમાં રહે છે. પરંતુ રેપ બાબતે તેમની સ્થિતિ ખરાબ હોય છે. રેપ રોજીંદી ઘટના હોય છે. જ્યારે માળામાં ફીમેલ એકલી હોય છે ત્યારે કોઇ મેલના રેપનો ભોગ બને છે તે તેના મેલને ફરીયાદ એેટલા માટે ના કરે કે તેનો મેલ પણ કોઇના માળામાં રેપ કરવા ગયો હોય છે. 

ચામાચીડીયામાં આવતું નાનું બ્રાઉન જાત વિચિત્ર હોય છે. ઠંડીમાં જ્યારે બધા ઝાડ પર ઉંધા લટકેલા હોય છે ત્યારે તે મેલ અને ફીમેલ એમ બંનેને રેપ કરે છે. મેલ બતક કે હંસના પ્રકારના જીવોમાં ફીમેલ સાથે બળજબરી વાપરીને મેલ સેક્સ કરે છે.

કેટલાક બતકોને તેમના જૂથમા સેક્સ કરવા નથી મળતી તો એેકાદ છુટી ફરતી ફીમેલને શોધીને રેપ કરે છે. બાયોલોજીસ્ટ જેને રેપ ફાઇટ કહે છે તેમાં પાંચેક મેલ એક ફીમેલની પાછળ પડીને તેને પકડે છે. બે જણા તેને પકડી રાખે છે જ્યારે  ત્રીજો સેક્સ કરે છે. આ ફોર્સમાં ધણીવાર ફીમેલ મરી પણ જાય છે.

પક્ષીઓની ત્રણ ટકા જાતમાં મેલનું ફાઉલસ (પેનીસ) મોટું હોય છે જે ફીમેલની વેજીનામાં ફીટ થઇ શકતું નથી.  એટલે તે સેક્સ માટે હંમેશા બળજબરી કર્યા કરે છે. કેટલાક પક્ષીમાં કોક સ્ક્રૂ જેવા સેક્સ અંગ હોય છે જે ૧૬ ઇંચ જેટલા લાંબા થઇ શકે છે. સંશોધનકારોએ નોંધ્યું છે કે પ્રાણીઓની આ જાતમાં સેક્સ વખતે કેટલીક ફીમેલ પણ તેની વેજીનાને ફેક્સીબલ બનાવી શકે છે. કેટલાક પક્ષીની વેજીના સ્પાઇરલ પ્રકારની હોય છે. 

જે ઝનુની મેલથી થતી સંભવીત પ્રેગનન્સી અટકાવી શકે છે. બતકોની કેટલીક જાતમાં ફીમેલ વેજીનાની બાજુમાં બળાત્કારી બતકોના સ્પર્મ મુકી રાખે છે પછી તેને બહાર કાઢી નાખે છે. પક્ષીની આ જાતમાં થતાા સંવનનોમાં ત્રણમાંથી એક રેપ હોય છે.પરંતુ ફીમેલની સ્પર્મ બહાર ફેંકી દેવાની સિસ્ટમના કારણે ૯૭ ટકા બચ્ચાં માતાની ચોઇસ પ્રમાણેના આવે છે.

બળાત્કારને દૂષણ સમજવામાં આવે છે. તે નિવારવા મેડીકલ ડોક્ટર કે મનોચિકિત્સકની જરુર પડે છે. બળાત્કાર કરવાની માનસિકતા નિવારી શકાય છે. પરંતુ સ્ત્રીને એક સાધનની જે ઉપયોગ કરનારા માટે તે શક્ય નથી બનતું.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2StMR5F

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages