મુંબઇ તા. 06 ફેબ્રુઆરી 2019, બુધવાર
વેલકમ જેવી સુપરહિટ કોમેડી ફિલ્મ આપનારા ફિલ્મ સર્જક અનિસ બઝ્મીની આગામી ફિલ્મ પાગલપંતી પણ હવે મલ્ટિસ્ટાર ફિલ્મ બની રહી હોવાની જાણકારી મળી હતી.
સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર મૂકેલા સંદેશામાં લખ્યું, પાગલપંતીમાં હવે અનિલ કપૂર અને જ્હૉન અબ્રાહમનાં નામો ઉમેરાતાં આ ફિલ્મ હવે મલ્ટિસ્ટાર બની ગઇ છે. એમાં આ બંને કલાકારો ઉપરાંત ઇલિયાના ડિક્રૂઝ, અર્શદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, ઊર્વશી રાઉતેલા અને સૌરભ શુક્લા ચમકી રહ્યાં છે. આમ આ ફિલ્મ મલ્ટિસ્ટાર બની હોવાથી કદાચ મેગાબજેટ પણ બની જઇ શકે છે એમ તરણ આદર્શે લખ્યું હતું.
ભૂષણ કુમાર, ક્રિશન કુમાર, કુમાર મંગત અને અભિષેક પાઠક નિર્મિત આ ફિલ્મનું ડાયરેક્શન અનિસ બઝ્મી કરી રહ્યા છે. આ ફિલ્મ ચાલુ વર્ષના ડિસેંબરની છઠ્ઠીએ રજૂ કરવાની એન સર્જકોની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TyP0u1
No comments:
Post a Comment