પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન નીતિન પેથાણી ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે નિમણૂક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન નીતિન પેથાણી ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે નિમણૂક



ગાંધીનગર, તા. 01 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

‌સરકારના પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન તરીકે સતત બે ટર્મથી સેવા આપી રહેલા નીતિન પેથાણીને આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે. ડોક્ટર પેથાણીની કુલપતિ પદે ત્રણ વર્ષ માટે નિમણૂક કરાઇ છે.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓને નિશુલ્ક રીતે પુસ્તકો આપવાની કામગીરી પાઠ્યપુસ્તક મંડળની છે. ભૂતકાળમાં અનેક વખત પાઠ્યપુસ્તક મંડળ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે.

જેમાં અવાર-નવાર એવી ફરિયાદો થઈ છે કે મંડળ દ્વારા વિવિધ પ્રકારની ખરીદી ના જે કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવે છે. તેમાં 30 થી 40% કમીશન રાખીને લાગતા-વળગતાઓને કેરો પધરાવવામાં આવે છે.

ઉપરાંત શાળાઓમાં ક્યારેય સમયસર પુસ્તકો પહોંચતા નથી કેટલીક શાળાઓમાં પુસ્તકો પહોંચી જાય છે તો ઘણી શાળાઓમાં મોડા પહોંચે છે અને પૂરતી સંખ્યામાં પુસ્તકો અપાતા નથી. ચાલુ થયા બાદ ત્રણથી ચાર મહિના સુધી પુસ્તકો ન મળતા હોવાની અનેક ફરિયાદો થયેલી છે.

આમ પુસ્તક મંડળમાં નિતીન પેથાણની કામગીરી ખાસ કોઈ સંતોષજનક રહી નથી. પરંતુ તેઓ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ઘરોબો ધરાવતા હોવાની વાત થઈ રહી છે. જેને કારણે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર પદે બેસાડવામાં આવ્યા છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UE2CnT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages