ગુડા વિસ્તારમાં 329 કરોડના કામો થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

ગુડા વિસ્તારમાં 329 કરોડના કામો થશે



ગાંધીનગર,તા. 1 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળની આજે મળેલી બોર્ડ બેઠકમાં નવા વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતની પુરાંત ર૨૧.૭૦ કરોડ તથા ર૭૫.૪૩ કરોડની કુલ આવક અને ૩૨૯.૦૧ કરોડના ખર્ચના અંદાજ રજુ કરાયા હતા. વર્ષાંન્તે ૧૬૮.૧૨ કરોડની પુરાંતવાળું આ બજેટ મંજુર કરાયું હતું.

ગુડા વિસ્તારમાં આ નવા વર્ષમાં કુલ ૩૨૯ કરોડના કામો થશે જેમાં ૬૦ કરોડ રોડ રસ્તા અને ૧૪૪ કરોડ રૂપિયા રહેણાંક આવાસના નિર્માણ માટે વપરાશે. એટલું જ નહીં ૧૩ કરોડના ખર્ચે ગુડાનું નવું ભવન પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

તા.૧ ફેબુ્રઆરીએ કેન્દ્ર સરકારે બજેટ જાહેર કર્યું છે ત્યારે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે પણ આજે બોર્ડ બેઠક બોલાવીને વર્ષ ર૦૧૯-૨૦નું અંદાજપત્ર રજુ કર્યું હતું. ૧૬૮.૧૨ કરોડની પુરાંતવાળા બજેટમાં ન્યુ ગાંધીનગર વિસ્તારમાં લોકઉપયોગી વિવિધ કામોને આવરી લેવામાં આવ્યા હતા. 

જેની ઉપર નજર કરીએ તો રોડ રસ્તાના નિર્માણ માટે ૬૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો ભુગર્ભ ગટર વ્યવસ્થા અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે ૩૦ કરોડ, ન્યુ ગાંધીનગરના વિસ્તારમાં શુધ્ધ પાણી મળી રહે તે હેતુથી ટીપી સ્કીમોમાં પાણીના વિતરણની વ્યવસ્થા માટે ર૮ કરોડ રૂપિયા જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ગુડા વિસ્તારમાં વિવિધ આવાસ યોજના બનાવવામાં આવનાર છે અને બની રહી તે માટે ૧૪૪ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે.

ગુડા વિસ્તારમાં પર્યાવરણની જાળવણી તથા રમણીયતા માટે રહીશોના આનંદપ્રમોદના હેતુથી નવ કરોડના ખર્ચે બાગ બગીચા બનાવવામાં આવનાર છે તેમજ પ૦ લાખના ખર્ચે ગુડા વિસ્તારમાં તળાવોના વિકાસ કામનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. તો પુલના નિર્માણ માટે પણ રૂા.૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુડાની ઓફીસ હાલ ઉદ્યોગભવનમાં સ્થિત છે ત્યારે ગુડા વિસ્તારમાં ૧૩ કરોડ રૂપિયાના ખર્ચે ગુડા ભવન બનાવવાનું પણ આયોજન કરાયું છે.

એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે ૩.પ૦ કરોડની જોગવાઈ રખાઈ છે. જ્યારે નવા બે પાર્ટી પ્લોટ બનાવવા માટે ૬.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પ્લે ગ્રાઉન્ડ માટે પણ પ૦ લાખ રૂપિયાનો ખર્ચ કરાશે. ગુડા ગ્રામ વિકાસ સદભાવના યોજના અંતર્ગત ગુડા વિસ્તારના ગામોના વિકાસ માટે ત્રણ કરોડની જોગવાઈ કરાઈ છે જેને સરપંચોની ભલામણ અનુસાર પાંચથી દસ લાખ રૂપિયા ફાળવવામાં આવશે.

નવા બની રહેલા રોડ ઉપર પાંચ કરોડના ખર્ચે સ્ટ્રીટલાઈટ, સ્ટ્રીટ ફર્નીચર અને ફુટપાથ માટે, ગુડાના પ્લોટના સંરક્ષણ માટે કંપાઉન્ડ વોલ અને તાર ફેન્સીંગ કરવા ત્રણ કરોડ, સાયકલ શેરીંગ પ્રોજેકટ માટે વધુ ૧.૭૦ કરોડ અને લાયબ્રેરી માટે પ૦ લાખની જોગવાઈ પણ કરાઈ છે.

વાવોલ અને કુડાસણમાં શાકભાજી તથા ફળોના માર્કેટનો પ્રોજેકટ નિષ્ફળ ગયો છતાં વધુ એક માર્કેટ માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નોંધવું રહેશેકે ગુડાના નવા વર્ષના બજેટમાં ઘણા કામો ગયા વર્ષમાંથી ઉપાડી લેવાયા છે તે પુરા થઈ શકયા નહોતા ત્યારે તે નવા વર્ષમાં પૂરા થાય છે કે નહીં તે પણ જોવું રહયું. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SfXtpC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages