વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોમ નં.-૫ ઉપર મધરાતે ટ્રેક શિફ્ટિંગ દરમિયાન કોટા-વડોદરા એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોમ નં.-૫ ઉપર મધરાતે ટ્રેક શિફ્ટિંગ દરમિયાન કોટા-વડોદરા એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા

વડોદરા,તા.5 ફેબ્રુઆરી 2018,મંગળવાર

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૫ પર આવેલા મધરાતે આવેલી કોટા-વડોદરા પેસેન્જર પાર્સલ ટ્રેન યાર્ડમાં લઈ જતી વખતે ટ્રેક શીફ્ટીંગ કરતાં એક્સપ્રેસ ટ્રેનને બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.કોચમાં કોઈ મુસાફરો ન હોઈ કોઈ દુર્ઘટના સર્જાઈ નહોંતી પરંતું બે કોચ ટ્રેક પરથી ખરી પડયાની જાણ થતાં રેલવેના ઉચ્ચાધિકારીઓ સહિતની બચાવ ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવની જાણ થતાં ડીઆરએમએ કમિટી બનાવની તપાસના આદેશ કર્યા છે. 

રેલવે સુત્રોના જણાવ્યા મુજબ વડોદરા રેલવે સ્ટેશન પર ગત મધરાતે આવેલા કોટા-વડોદરા એક્સપ્રેસ પાંચ નબર આવતા ટ્રેન અત્રે ખાલી થઈ હતી. આ ટ્રેન ફરી પાંચ કલાક બાદ કોટા જવા માટે રવાના થનાર હોઈ ટ્રેનનું એન્જિન બદલવામાં આવ્યું હતું અને તેને યાર્ડમાં લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે યાર્ડમાં જતી વખતે ટ્રેનના બે પેસેન્જર કોચ પાટા પરથી ઉતરી જતા ટ્રેન ટ્રેક પર અટકી ગઈ હતી. બીજીતરફ આ બનાવની જાણ થતાં રેલવે કર્મચારીઓમાં  દોડધામ મચી હતી અને ડીઆરએમ દેવન્દ્રકુમાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

રેલવે ટ્રેક પર કોટા -વડોદરા એક્સપ્રેસ ખોટકાઈ જતા આ ટ્રેક પર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ પણ તેના નિયત સમયે આવી પહોંચી હતી. એક જ ટ્રેક પર બે ટ્રેનો હોઈ દુર્ઘટનાની સંભાવના ઉભી થઈ હતી. જોકે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસની સ્પિડ ધીમી હોઈ તેને અટકાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના થતી રહી હતી. રેલવે ટ્રેક પરથી ઉતરી ગયેલા બંને કોચને ફરી પાટા પર ચઢાવવા માટે તેમજ કોચની મરામત કરવામાં સમય જાય તેમ હોઈ વડોદરા-કોટા પાર્સલ પેસન્જર ટ્રેન રદ કરવામાં આવી હતી. બીજીતરફ પરિસ્થિતિ થાળે પાડવા માટે વડોદરા યાર્ડથી અકસ્માત રાહત ટ્રેન રવાના કરાઈ હતી અને ભારે જહેમત બાદ આખરે છ વાગે બંને કોચને રેલ પાટા પર લાવવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનાના કારણો શોધવા માટે તેમજ આ ઘટનામાં કોણ જવાબદાર છે અને આવી ઘટના ભવિષ્યમાં બીજીવખત સર્જાય નહી તે માટે ડીઆરએમએ પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનાના પગલે મુંબઈથી વડોદરા તરફ આવતી છથી વધુ ટ્રેન અડધો કલાક જેટલી મોડી આવી હતી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GcMXJ6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages