સુભાનપુરામાં ભરબપોરે ઘરફોડ ચોરી કરનાર બે આરોપીઓ પકડાઈ ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

સુભાનપુરામાં ભરબપોરે ઘરફોડ ચોરી કરનાર બે આરોપીઓ પકડાઈ ગયા

વડોદરા,  તા. 5 ફેબ્રુઆરી 2019 મંગળવાર

ચોરીનો સામાન લઈને વેચવા માટે નીકળેલા ત્રણ આરોપીઓને ગોરવા પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૬૫ મોબાઈલ ફોન સોના ચાંદીના દાગીના મળીને સવા લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ ગોરવા પોલીસ સ્ટેશનના બે ગુનાઓની કબૂલાત કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, સુભાનપુરા જયશ્રી નારાયણ નગરમાં રહેતા પ્રતિમાબેન પાલકરના ઘરે ગત ૨જી તારીખે બપોરે તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરો સોના ચાંદીના વાસણો મળીને કુલ રૃપિયા ૯૪,૨૦૦ની મત્તા ચોરી ગયા હતા. દરમિયાન ગોરવા પી.આઈ આર.એસ. ડોડિયાની સૂચના મુજબ સ્ટાફના પોલીસ જવાનો વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા. તે સમયે સુભાનપુરા વોર્ડ નં.૧૦ની ઓફિસ પાસેથી ૧. આકાશ બલદેવભાઈ વણજારા અને ૨. દિનેશ કરમશીભાઈ પરમાર (બંને રહે. હરિઓમનગર પાણીની ટાંકી પાસે ઝૂંપડામાં) સોના ચાંદીના દાગીનાઓ કિંમત રૃપિયા ૯૪,૦૦૦ની મત્તા સાથે ઝડપી પાડયા હતા. 

બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં ગત ૩જી તારીખે બપોરે અઢી વાગ્યાથી ૪ થી તારીખની સવારના સાડા નવ વાગ્યા દરમિયાન સુભાનપુરા હાઈટેન્શન રોડ પર આવેલા વિમલનાથ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં આવેલી મોબાઈલ શોપમાંથી તસ્કરો ૯૬ મોબાઈલ ફોન, સાત પાવરબેન્ડ, એક લેપટોપ, એક ડીવીઆર, મોડમ મળીને કુલ રૃપિયા ૧૮.૬૫ લાખની મત્તા ચોરી ગયા હતા. આ ચોરીનાં મોબાઈલ ફોન લઈને રીક્ષામાં વેચવા નિકળેલા ત્રણ પૈકીના બે આરોપીઓ પોલીસને જોઈને ભાગી છૂટયા હતા. જ્યારે રીક્ષા ચાલક દશાક ઉમરજીભાઈ પટેલ (રહે. ભોનાવાડી, સાંસરોદ, તા.કરજણ) ને ગોરવા પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ૬૫ મોબાઈલ ફોન ચોરી ગયા હતા.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DmP3m3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages