કોંગ્રેસ મહામંત્રીની અરજીઃદસ લાખની સોપારી આપી હત્યાના ષડયંત્રનો આરોપ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

કોંગ્રેસ મહામંત્રીની અરજીઃદસ લાખની સોપારી આપી હત્યાના ષડયંત્રનો આરોપ



દહેગામ, તા. 1 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

દહેગામ કોંગ્રેસ શહેર પ્રમુખ વિરૂધ્ધ તેમની જ પાર્ટીના જિલ્લા મહામંત્રી દ્વારા તેને જાનથી મારી નાંખવા માટે દસ લાખની સોપારી આપ્યા હોવાની અરજી ગાંધીનગર એસપી કચેરીમાં ર૯ જાન્યુઆરીના રોજ થઈ હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને જાનથી મારી નાંખવાની માટે દહેગામના જીગર રાઠોડ અને પિનાકીન રાઠોડને રૂપિયા દસ લાખની સોપારી આપવામાં આવી હતી. જેની જાણ તેમને જીગર રાઠોડ પાસેથી થઈ હતી. આ મુદ્દે દહેગામ ઠાકોર સમાજ દ્વારા આજે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ઠાકોર સમાજના અગ્રણીઓ આ મીટીંગમાં બલરામ ફાર્મ ખાતે હાજર રહયા હતા અને ઠાકોર સેનાના આગેવાનોનો પણ આ મીટીંગમાં હાજર રહયા હતા. મીટીંગમાં ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું કે અગર આ બાબતમાં કોઈ તથ્ય નીકળશે તો અમે સંપૂર્ણપણે કોંગ્રેસના મહામંત્રી ભરતસિંહનો સાથ આપીશું. 

બીજી તરફ જે જીગર રાઠોડ પાસેથી આ માહિતી મળ્યાનો દાવો કોંગ્રેસ જિલ્લા મહામંત્રી ભરતસિંહ કરી રહયા હતા તેમણે એક સોગંદનામામાં એવું જણાવ્યું હતું કે આ બાબતની જાણ મને નથી મે કોઈ પાસેથી પૈસા લીધેલા નથી અને ભરતસિંહ સાથે આ બાબતે કોઈ ચર્ચા થયેલ નથી.

આ બાબત સમાચારપત્રોમાં છપાઈ હોવાથી અમારી સામાજિક છાપ પર અસર થઈ છે અને માનહાનિ પહોંચાડે તેવી બાબત છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ઉર્ફે લાલસિંહ રાઠોડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે  આ માત્ર રાજકીય સ્ટંટ છે અને આ બાબતમાં કોઈ તથ્ય નથી.

જે માણસને મે સોપારી આપી એ માણસ ભરતસિંહને જઈને કહે છે કે તમારી સોપારી અમને આપવામાં આવી છે. અને ત્યારબાદ જ્યારે આ બાબત સમાચારપત્રોમાં આવે ત્યારે એ જ માણસ સોગંદનામું કરી અને જણાવે છે કે મને આ બાબતની ખબર નથી. આ માત્ર એક રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત અરજી છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા રખિયાલ પોલીસ સ્ટેશન જઈ અને પોલીસને આ બાબત અંગે યોગ્ય પગલા ભરવા અપીલ પણ કરી હતી.

હવે આ અંગે પોલીસ કોઈ તપાસ કરે છે કે કેમ અને તપાસના અંતે કોઈ તથ્ય બહાર આવે તો ફરિયાદ થાય છે કે કેમ તે આગામી સમય જ બતાવશે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UBhELg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages