લંડન તા.06 ફેબ્રુઆરી 2019, બુધવાર
હોનહાર અભિનેત્રી એન્યા ટેલર જોયને લાસ્ટ નાઇટ ઇન સોહો ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. આ ફિલ્મને સાઇકોલોજીકલ હોરર ફિલ્મ તરીકે ઓળખાવાઇ રહી હતી.
છેલ્લે એન્યા એમ નાઇટ શ્યામલનની ગ્લાસ ફિલ્મમાં ચમકી હતી. એડગર રાઇટ આ ફિલ્મના ડાયરેક્ટર અને જોઇન્ટ સ્ક્રીપ્ટ રાઇટર છે. એમની સાથે ક્રિસ્ટી વિલ્સન-કેયર્ન્સ પણ સ્ક્રીપ્ટ રાઇટર છે જેણે શોટાઇમની પેની ડ્રેડફૂલની સ્ક્રીપ્ટ પણ લખી હતી.
શ્યામલનની ૨૦૧૬માં રજૂ થયેલી ફિલ્મ સ્પ્લીટમાં એન્યાએ પહેલીવાર મુખ્ય રોલ કર્યો હતો. આ વર્ષના ઉત્તરાર્ધમાં રજૂ થનારી કોમિક બુક આધારિત ફિલ્મ ધ ન્યૂ મ્યુટન્ટ્સ ફિલ્મમાં પણ એન્યા ચમકવાની છે એમ વેરાયટી ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.
૧૯૮૨માં રજૂ થયેલી જિમ હેન્સનની ફિલ્મ ધ ડાર્ક ક્રિસ્ટલ પરથી બનનારી ફેન્ટસી ટીવી સિરિઝ ધ ડાર્ક ક્રિસ્ટલ્સ)ઃ એજ ઑફ રેઝિસ્ટન્સ માટે પણ એન્યાને સાઇન કરવામાં આવી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GrZWWS
No comments:
Post a Comment