મુંબઇ તા.06 ફેબ્રુઆરી 2019, બુધવાર
મરાઠી ફિલ્મ સૃષ્ટિમાં વિસ્ફોટ સર્જનારી અને નેશનલ એવોર્ડ વિજેતા બનેલી મરાઠી ફિલ્મ સૈરાટ પરથી હવે એક ટીવી સિરિયલ બનશે એવી માહિતી મળી હતી.
અગાઉ આ મરાઠી ફિલ્મ પરથી બોલિવૂડના ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરે ધડક ફિલ્મ બનાવી હતી જે શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂરની ડેબ્યુ ફિલ્મ બની રહી હતી. આ ફિલ્મમાં શાહિદ કપૂરનો ઓરમાન ભાઇ ઇશાન ખટ્ટર હીરો હતો અને ફિલ્મ બોક્સ ઑફિસ પર હિટ નીવડી હતી.
નાગરાજ મંજુલની આ મરાઠી ફિલ્મનો ક્રેઝ હજુ ઓસર્યો જણાતો નથી. હવે એના પરથી ટીવી સિરિયલ બનાવવાની યોજના ઘડાઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું.
હિટ ટીવી સિરિયલ અગલે જનમ મોંહે બિટિયા હી કીજોના ડાયરેક્ટર રાજેશ રામ સિંઘ આ સિરિયલનું ડાયરેક્શન સંભાળશે. પ્રદીપ કુમારના બેનર શૈકા એન્ટરટેઇનમેન્ટ હેઠળ આ સિરિયલ બનશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SqVsWP
No comments:
Post a Comment