
ભાવનગર, તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
બપોરે બે વાગ્યા પછી પાલિતાણાથી રાજકોટ જવા માટે એક પણ બસ નથી. આ પછી આ તીર્થ સ્થળથી રાજકોટ પહોંચવું કપરૂ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠી છે. જૈન તીર્થભૂમિ પાલિતાણા ખાતે દેશ-વિદેશથી યાત્રાળુઓ આવે છે. આ ઉપરાંત બગદાણા, ભગુડા, ગોપનાથ વગેરે ધાર્મિક સ્થળો પર જવા માટે પણ પાલિતાણા નગર કેન્દ્ર સ્થાને છે.
અહીંથી યાત્રાળુઓ ઉપરાંત પાલિતાણા તાલુકાના પ્રજાજનો સામાજિક, વ્યાપારીક, ધંધાકીય અને દર્દીઓની વિશેષ સારવાર માટે રાજકોટ જતાં હોય છે. પરંતુ પાલિતાણાથી રાજકોટ તરફ જવા માટે ખૂબ જ મર્યાદિત એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ છે. રાજકોટ (વાયાઃ સોનગઢ) જવા માટે એક પણ બસની સુવિધા નથી તેથી યાત્રાળુઓને ફરજિયાત રાત્રી રોકાણ જ કરવું પડે છે.
ભાવનગર વિભાગના પાલિતાણા એસ.ટી. ડેપો દ્વારા દરરોજ સાંજે 5.30 કલાકે પાલિતાણા-રાજકોટ (વાયા સોનગઢ) બસ શરૃ કરવામાં અવે અને રાજકોટ રાત્રી રોકાણ કરી સવારે પણ 5.30 કલાકે રાજકોટ પાલિતાણા એ જ બસ દોડાવવામાં આવે તો બહોળી સંખ્યામાં મુસાફર જનતાને લાભ મળે તેમ છે. આ રૂટ પર એક પણ ખાનગી બસ સેવા ઉપલબ્ધ નથી અને પૂરતાં મુસાફરો પણ મળી રહે તેમ હોય નિગમ યોગ્ય કરે તો મુસાફરોની સુવિધા અને નિગમને આવક મળે તેમ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dd1z7k
No comments:
Post a Comment