અછતગ્રસ્ત ખેડૂતો માટે 53 કરોડની સહાયમાંથી 50 ટકા પણ ચૂકવાશે નહીં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

અછતગ્રસ્ત ખેડૂતો માટે 53 કરોડની સહાયમાંથી 50 ટકા પણ ચૂકવાશે નહીં

ગાંધીનગર,તા.3 ફેબ્રુઆરી 2019,રવિવાર

ચાલુ વર્ષે ચોમાસુ મોળુ હોવાના કારણે ખેતીને વ્યાપક નુકશાન થયું છે ત્યારે રાજય સરકાર દ્વારા કૃષિ ઈનપુટ સહાય આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. અંદાજ પ્રમાણે ગાંધીનગર જિલ્લાના એખ લાખથી વધુ નાના અને સિમાંત ખેડૂતોને નુકશાની થઇ હોવાને કારણે કુલ ૫૩ કરોડની સહાય જિલ્લાને આપવામાં આવી હતી પરંતુ વારંવાર મુદ્દત વધારવામાં આવી હોવા છતા જિલ્લામાંથી ફક્ત ૪૮ હજાર ખેડૂતોએ જ નુકશાની વળતર માટે કૃષી ઇનપુટની સહાય માટે અરજી કરી છે.

જે હિસાબે કુલ ૨૩ કરોડ રૃપિયાની સહાય જ જિલ્લાકક્ષા દ્વારા ચૂકવી શકાશે તો બીજીબાજુ ૫૦ ટકાથી પણ વધુ ગ્રાન્ટ જિલ્લામાંથી પરત મોકલવી પડશે તેમ કહી શકાય.ખેડૂતોએ કરેલી અરજી પ્રમાણે જિલ્લામાં ૪૨,૭૦૦ હેક્ટર વિસ્તાર અછતગ્રસ્ત હોવાનું સામે આવી રહ્યું છે. 

ગુજરાત રાજયમાં ગત ખરીફ ઋતુ દરમ્યાન ઓછા વરસાદના કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજયના ૧૧ જિલ્લાના ૫૧ તાલુકાઓને કે જેમાં ર૫૦ મીમી કરતાં ઓછો વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સિઝનનો ૪૦૦ મીલીમીટરથી પણ ઓછો વરસાદપડયો હતો આ વિસ્તારના ખેડૂતોએ પણ સરકારને સહાય આપવા માટે માંગણી કરી હતી. 

ત્યારે ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના  ખેડૂતોને પણ રાહત આપવાની બાબત સરકાર તરફથી વિચારવામાં આવી હતી અને અંતે રપ૦થી ૪૦૦ મીમી વરસાદ ધરાવતાં કુલ ૪૫ તાલુકાઓને પણ લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંગે વિવિધ શરતો પણ સરકાર દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને રપ૦થી ૩૦૦મીમી વરસાદ ધરાવતાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા સહિતના ૧૪ તાલુકાઓમાં પ્રતિ હેકટર રૃા.૬૩૦૦ તો ૩૦૧થી ૩૫૦ મીમી સુધી વરસાદ ધરાવતાં જિલ્લાના ગાંધીનગર સહિત કુલ ૧ર તાલુકાઓમાં પ્રતિ હેકટર રૃપિયા ૫૮૦૦ આ ઉપરાંત ૩૫૧થી ૪૦૦ મીમી વરસાદ ધરાવતાં કલોલ સહિત કુલ ૧૯ તાલુકાઓમાં પ્રતિ હેકટર ૫૩૦૦ કૃષિ ઈનપુટ સહાય તરીકે ચુકવવામાં આવશે તેવી જાહેરાત કરીને નાના અને સીમાંત ખેડૂતો પાસેથી સહાય માટેની અરજી મંગાવવામાં આવી હતી.

તો બીજીબાજુ સરકાર દ્વારા જિલ્લાના અધિકારીઓ પાસેથી અછતગ્રસ્ત વિસ્તારના સંભવીત ખેડૂતોની સંખ્યા મંગાવી હતી. જિલ્લાના ગાંધીનગર, માણસા અને કલોલ ત્રોણેય અછતગ્રસ્ત તાલુકામાંથી કુલ એક લાખથી પણ વધુ ખેડૂતો અરજી કરશે તેવો અભિપ્રાય સરકારને આપવામાં આવ્યો હતો જેના આધારે રાજ્ય સરકારે જિલ્લાકક્ષાએ કુલ ૫૩ કરોડની ગ્રાન્ટ મોકલી આપી હતી.તો બીજીબાજુ ગાંધીનગર જિલ્લામાં અછતગ્રસ્ત ખેડૂતોની અરજીની સંખ્યા એક લાખના ટાર્ગેટની સામે ફક્ત ૪૮ હજાર સુધી જ પહોંચી છે.

ગાંધીનગર જિલ્લાને આપવામાં આવેલી ૫૩ કરોડની ઇનપુટ સહાયની ગ્રાન્ટમાંથી ફક્ત ૨૩ કરોડની સહાય જ ચુકવવામાં આવશે. આમ, ૫૦ ટકાથી પણ વધુ રકમ જિલ્લાકક્ષાએથી પરત મોકલવી પડશે. ગાંધીનગર જિલ્લાના ત્રણ અછચગ્રસ્ત તાલુકાના ૪૮ હજાર જેટલા ખેડૂતોએ કરેલી અરજી પ્રમાણે આ વખતે કુલ ૪૨,૭૦૦ હેક્ટર વિસ્તાર અછતગ્રસ્ત છે તેમ કહી શકાય.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાકક્ષાએથી કૃષી ઇનપુટ સહાય ચુકવવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં સાડા પાંચ હજાર ખેડૂતોને રૃપિયા ૩.૨૪ કરોડની સહાય આપવામાં આવી છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Sc1rPG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages