કલોલ, તા.3 ફેબ્રુઆરી 2019,રવિવાર
સાંતેજમાં આવેલી બે કંપનીઓમાંથી ૧.૩પ લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. કંપની માલિકની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તસ્કરોનું પગેરૃ મેળવવા દોડધામ શરૃ કરી હતી.
સાંતેજ વડસર રોડ ઉપર આવેલી બે કંપનીમાં ત્રાટકેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં માઈક્રોનીક્સ સ્પેશ્યાલિટીઝ કંપનીમાં ત્રાટકેલા તસ્કરોએ ઓફીસના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ડ્રોઅરમાંથી ૧.રપ લાખની રોકડની ચોરી કરી હતી.
ત્યારબાદ તસ્કરોએ પકડાઈ જવાના ડરે બાજુમાં આવેલી ડયુબોન્ડ કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર સેટની ચોરી કરી હતી. કુલ ૧.૩પ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે શ્વેતાંગ જયેન્દ્રભાઈ શાહની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીવધુ તપાસ શરૃ કરી હતી. ઉલ્લેખનીય છે કે સાંતેજ વિસ્તારમાં ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે. તાજેતરમાં જ સાંતેજ ચોકડી પાસે આવેલા બેંક ઓફ ઈન્ડિયાના એટીએમને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
એટીએમ ના તુટતાં તસ્કરો એલઈડી ટીવી અને સીસીટીવીના ડીવીઆર સેટ સહીતનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ત્યારે સાંતેજમાં ચોરીની ઘટનાઓ વધી જતાં ફફડાટ વ્યાપ્યો છે. જેથી રાત્રી પોલીસ પેટ્રોલીંગ વધુ અસરકારક બનાવાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGJYvz
No comments:
Post a Comment