ઘાંઘળીના યુવાન પર જીવલેણ હુમલા મામલે પિતા-પુત્રને પાંચ વર્ષ કારાવાસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

ઘાંઘળીના યુવાન પર જીવલેણ હુમલા મામલે પિતા-પુત્રને પાંચ વર્ષ કારાવાસ


ભાવનગર, તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર

સિહોર તાલુકાના ઘાંઘળી ગામે બે વર્ષ પૂર્વે યુવાન ભેંસો ચરાવી ઘરે જતો હતો તે વેળાએ ભેંસે પુછડુ મારતા પિતા અને પુત્રએ ઉશ્કેરાય યુવાનને છરીનો ઘા મારી મરણતોલ ઈજા પહોંચાડતા પિતા-પુત્ર સામે IPC 307 તળે ગુનો નોંધાયો હતો. જે કેસ આજરોજ ભાવનગર ન્યાયાલયમાં ચાલી જતા પિતા અને પુત્રને ન્યાયમૂર્તિશ્રીએ તકસીરવાન ઠેરાવી પાંચ વર્ષ કારાવાસની સજા ફરમાવી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના અને સિહોર તાલુકાના ઘાંઘળી ગામે મોળીયુ વિસ્તારમાં રહેતા મહેશભાઇ અરજણભાઇ વેગડએ ગત તા. 26-08-2016ના રોજ સિહોર પોલીસ મથકમાં આજ ગામના મફતનગરમાં રહેતા રણજીત વિનુભાઇ મકવાણા અને તેના પિતા વિનુ રવજીભાઇ મકવાણા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ભાઇ રાજુભાઇ અરજણભાઇ ભેંસો ચરાવી ઘરે જતા હતા તે વેળાએ રસ્તામાં ભેંસે રણજીતને પૂછડુ મારતા બોલાચાલી થઇ હતી. તેની અદાવત રાખી ઉક્ત પિતા-પુત્રએ એક સંપ કરી ઉશ્કેરાઇ રાજુભાઇને છરીના ઘા મારી દઇ મરણતોલ ઈજા પહોંચાડી મોત નિપજાવાની કોશીશ કરી હતી. જે મામલે પોલીસે બન્ને સામે IPC 307, 504, 114 તેમજ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

ઉક્ત કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્જ જજ શ્રી શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા 18 મૌખીક પુરાવા, 20 દસ્તાવેજી પુરાવા, સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલોને ધ્યાન પર લઇ ન્યાયમૂર્તિશ્રીએ રણજીત વિનુભાઇ મકવાણા અને વિનુ રવજીભાઇ મકવાણાને તક્સીરવાન ઠેરાવી IPC 307, 114 મુજબના ગુનામાં બન્નેને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. 2000નો દંડ, જો દંડ ન ભરે તો વધુ 7 દિવસની સજા ફરમાવી હતી.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdK7ng

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages