
ભાવનગર, તા. 04 ફેબ્રુઆરી 2019, સોમવાર
ભાવનગરના ઔદ્યોગિક વિકાસ માટે નવી GIDCની લાંબા સમયથી માંગણી હતી. થોડા સમય પહેલા રાજ્ય સરકારે આ માંગણીને ધ્યાનમાં લઈ અન્ય શહેરોની સાથે ભાવનગરમાં પણ નારી ખાતે નવી GIDC સ્થાપવાની જાહેરાત કરી હતી. આ GIDCમાં પ્લોટ બુકીંગનો ઓનલાઈન પ્રક્રિયાનો પાંચ ફેબુ્રઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કાગળ પરતી આ યોજના વાસ્તવિકતા સુધી પહોંચી છે.
ભાવનગર જિલ્લામાં નવા ઉદ્યોગ ગૃહો આવે તે તાતી જરૃરિયાત છે અને તે માટે નારી ખાતે પ્લાસ્ટીક પાર્ક અને જનરલ ઉદ્યોગો સાથેની GIDC મંજુર થઈ હતી. આ અંગેનું જમીન સંપાદન સહિતનું કાર્ય પૂર્ણ થયું છે. પ્લોટીંગ સહિતની પ્રક્રિયા પુર્ણ થતા આ GIDCમાં ઉદ્યોગ સ્થાપવા ઈચ્છતા ઉદ્યોગો સાહસિકો માટે પાંચ ફેબુ્રઆરીથી પ્લોટ બુકીંગ ખુલ્લુ મુકાયું છે. તા.પને મંગળવારથી તા. 20 ફેબુ્રઆરી સુધીમાં GIDCની અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈન કરી તા. 25 સુધીમાં જરૂરી દસ્તાવેજો રૂબરૂ અથવા રજી. એડીથી GIDC પ્રાદેશિક મેનેજરની કચેરીએ પહોંચતા કરવાના રહેશે.
શીપબ્રેકીંગ અને ડાયમંડના મુખ્ય વ્યવસાય અને હવે એજ્યુકેશન ક્ષેત્રે ભાવનગરના અર્થતંત્રની મુખ્ય ધરીરહી છે. અન્ય ઉદ્યોગ-ધંધા અહીં ખાસ નોંધનીય નથી ત્યારે આ નવી GIDCથી વિકાસની નવી દિશા ખુલી છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ વસાહતનો લાભ લેવા જણાવાયું છે. 115 હેકટરમાં સ્થપાનાર આ ઔદ્યોગિક વસાહતમાં 60% પ્લાસ્ટીક પાર્ક માટે અને અન્ય જનરલ ઉદ્યોગો માટે રખાયા છે. પ્લાસ્ટીક ક્ષેત્રમાં ઉદ્યોગકારો ભાવનગરની આ વસાહતને પસંદ કરે તેવી પુરી શક્યતા છે. GIDCમાં 500 વારથી શરૂ કરી 2500 વાર સુધીના વિવિધ કક્ષાના પ્લોટ રહેશે જેથી લઘુ અને મોટા તમામ ઉદ્યોગ માટે સાનુકુળતા રહેશે તેમ ચેમ્બર પ્રમુખ સુનિલ વડોદરિયાએ માહિતી આપતા જણાવ્યું છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdzFMz
No comments:
Post a Comment