ભાવનગર, તા.4 ફેબ્રુઆરી 2019,સોમવાર
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર યુુવાને હિરામાં કામ ન મળતુ હોવાના કારણે ટેન્શનમાં આવી ગઇકાલે સાંજના પોતાના ઘરેથી નિકળી જઇ અક્ષરપાર્ક વિસ્તારમાં આવેલ કેનાલના વિજપોલ સાથે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળ્યો હતો.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના અક્ષરપાર્ક, શેરી નં.૧૨માં રહેતા અને હિરા ઘસવાનો વ્યવસાય કરતા રત્નકલાકાર બાબુભાઇ મફાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) હિરાઘસાઇમાં કામ થતું ન હોય તેના ટેન્શનમાં રહેતા હોય જેથી આર્થિક સંકડામણ અને બેરોજગારીના કારણે ગઇકાલે સાંજના ૭ કલાકના અરસા દરમિયાન પોતાના ઘરેથી બહાર જવાનું કહી નિકળ્યા બાદ પરત ફર્યા ન હતા અને આજે વહેલી સવારે ૯.૨૫ કલાકના અરસા પૂર્વે અક્ષરપાર્ક પાછળ આવેલ ખેતરની કેનાલમાં આવેલા ઈલેક્ટ્રીક પોલની લોખંડની એંગલ સાથે કપડુ બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
વહેલી સવારે ઘટનાની જાણ થતા કંુભારવાડા વિસ્તારમાં ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. જ્યારે બોરતળાવ પો.સ્ટે.નાં મિઠુભા ગોહિલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતક યુવાન બાબુભાઇ રાઠોડના મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. અર્થે અત્રેની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડી બનાવ અનુસંધાને અકસ્માત મોત સંદર્ભે કેસ કાગળ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D9T2Cc
No comments:
Post a Comment