નવસારીમાં કોલ સેન્ટર પર પોલીસનો છાપો : સંચાલક સહિત 10ની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

નવસારીમાં કોલ સેન્ટર પર પોલીસનો છાપો : સંચાલક સહિત 10ની ધરપકડ

નવસારી, તા.5 ફેબ્રુઆરી 2019,મંગળવાર

નવસારીમાં વિદ્યાકુંજ સ્કૂલ સામે આવેલા સેન્ટ્રલ મોલનાં ત્રીજા માળે પ્રોટોક ઈન્ફોટેક પ્રા.લી. નામની ઓફિસમાં છાપો મારી ડુપ્લીકેટ છાપો મારી ડુપ્લીકેટ કોલ સેન્ટર ચલાવી ગ્રાહકોનો ડેટા બેઝ મેળવી છેતરપિંડી કરનાર ૧૦ શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડયાં છે. પોલીસે ૧પ કોમ્પ્યૂટર લેપટોપ, પ્રિન્ટર, ૧૦ મોબાઈલ મળી કુલ રૂ.૩.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નવસારી એલસીબીને બાતમી મળી કે વિદ્યાકુંજ સ્કૂલની સામે આવેલા સેન્ટ્રલ મોલનાં ત્રીજા માળે પ્રોટોક ઈન્ફોટેક પ્રા.લી. નામની ઓફિસમાં રાત્રીનાં સમયે પ્રનોપ શશીકાંત બોરડે અને ડેનીશ વિનોદ સંગીના પાર્ટનરશીપમાં બીજા ટેલિકોલરોને બેસાડી ગ્રાહકોને ડેટાબેઝ મેળવી રાત્રીનાં સમયમાં તેઓને ફોનથી સંપર્ક કરી   મનીગ્રામ મારફતે નાંણા ભરાવી માતબર રકમની છેતરપિંડી કરી રહ્યા છે.

જે બાતમી આધારે પીઆઈ શૈલેષગીરી ગૌસ્વામીની ટીમે છાપો મારી ઓફિસનાં સંચાલક પ્રણોય શશીકાંત બોરડે (રહે. એવન રેસીડન્સી, એરૂ ચાર રસ્તા, જલાલપોર) અને તેનો પાર્ટનર ડેનીશ વિનોદ સીંગ (રહે. ચંદનવન કાવેરી સોસાયટી, વિજલપોર) તથા મેનેજર આદિત્ય શીશીરભાઈ ત્રીપાઠી (રહે. આદર્શનગર, સોસાયટી, સચીન, સુરત) અને સાત ટેલી કોલરોની ધરપકડ કરી હતી.

આરોપીઓની પુછપરછ કરતા તેઓ કોમ્પ્યૂટરોમાં લીન્કડઈન એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આઈ.પી. વેનીસ નામનાં સોફટવેરનાં માધ્યમથી ઈન્ડીયાનું આઈ.પી. એડ્રેસ બદલી યુએસએનું આઈ.પી. એડ્રેસ રાખી તેનો ઉપયોગ કરી ેંઁર્ુિં.ર્બસ વેબ સાઈટ ઉપર બીડીંગ કરી (બોલી લગાવી) ફાઈનાન્સ, હાઉસલોન, મિલકત વેચાણ, એનઆરઆઈ રેસ્ટોરન્ટ સંબંધિતપ્રોજેક્ટ લઈ ફોરેનમાં રહેતાં ગ્રાહકોની જે કંપની સાથે પ્રોજેક્ટનાં કરાર થયેલા હોય તેની વિગતો મેળવી લેતા હતા.

બાદમાં લોન મોર્ગેજ થયેલ હોય તો તેને ફરી રીમોર્ગેજ અથવા શોર્ટ સેલીંગ ફોર ક્લોઝર માટેની પોતાની પાસે ટાઈપ કરેલી સ્ક્રીપ્ટ દ્વારા સ્કીમ આપી જો કોઈ ગ્રાહક સહમતિ દર્શાવે તો તેના ડેટા તેમજ બેંક એકાઉન્ટની માહિતી મેળવી કામ આપનાર કંપની કે માણસને આવતાં તે ત્યાં રૂબરૂ તે ગ્રાહકની મુલાકાત લઈ તેની પાસેથી પૈસા મેળવી ડીલ ક્લોઝ કરતા હતા. ડીલ મુજબ પોર્ટલનાં માધ્યમથી એકાઉન્ટન્ટ દ્વારા કમીશન મેળવી કોલીંગ દરમિયાન સોશિયલ  સીક્યુરીટી નંબર, ગ્રાહકોનાં બેંક એકાઉન્ટ નંબર જેવી ગ્રાહકોની અંગત માહિતી માંગી શકાય નહીં તેમ છતાં મેળવી તેનો ઉપયોગ કરતા હતા. ભારત સરકારનાં બિઝનેસ પ્રોસેસ આઉટ સોસીંગનું કોઈ પ્રમાણ રજૂ કર્યુ ન હતું.

પોલીસે ઓફિસમાં રાખેલા કુલ ૧પ નંગ કોમ્પ્યુટરો તથા બે લેપટોપ, એક પ્રીન્ટર, ૧૦ નંગ મોબાઈલ, રોક્ડા રૂ.૧૭ હજારથી વધુ ડેબીટ, ક્રેડીટ કાર્ડ ૧૪ નંગ રોક્ડા રૂ.૧૭ હજારથી વધુ, ડેબીટ, ક્રેડીટ કાર્ડ ૧૪ નંગ ખુરશીઓ, તથા ડોક્યુમેન્ટો મળી કુલ રૂ.૩.૮૪ લાખ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે ટાઉન પોલીસમાં છેતરપિંડી અંગેની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.આઈ. એસ.એફ.ગૌસ્વામી કરી રહ્યાં છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RHR6WK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages