નવી દિલ્હી, તા. 11. નવેમ્બર 2018 રવિવાર
મહાનાયક અમિતાભ બચ્ચન અને આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનને બપર ઓપનિંગ મળી છે. દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે 52.25 કરોડની ધમાકેદાર ઓપનિંગ કરી હતી. પરંતુ ફિલ્મને નિગેટિવ માઉથ પબ્લિસિટી અને ખરાબ ક્રિટિક રિવ્યૂ મળવાના કારણે ફિલ્મની કમાણી પર અસર પડી છે. ફિલ્મે બીજા દિવસે માત્ર 28 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની કમાણી શનિવારે ઘટીને 22.75 કરોડ થઈ ગઈ હતી. ત્રણ દિવસમાં 100 કરોડની ઠગ્સ ઓફ હિંદુસ્તાનએ કરી છે.
આમિર ખાનની ફિલ્મની હાલત સલમાનની ફિલ્મ રેસ 3 જેવી થઈ ગઈ છે. જેની ઓપનિગ સારી રહી પણ વીકેન્ડ સુધી ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો. આ ફિલ્મમાં પહેલી વાર આમિર અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે, પરંતુ ખરાબ સ્ટોરી અને ખરાબ નિર્દેશનના કારણે ફિલ્મ લોકોને પંસદ નથી આવી.
આ ફિલ્મમાં કેટરીના કેફ તવાયફના રોલમાં છે. ફાતિમા સના શેખ એક રાજકુમારીના રોલમાં છે. આમિર ખાન ઠગ ફિરંગીના રોલમાં અને અમિતાભ આઝાદની ભૂમિકામાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qEc11Z
No comments:
Post a Comment