સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ' ફરી વિવાદોમાં, BJP નેતાએ બેનની માગ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ' ફરી વિવાદોમાં, BJP નેતાએ બેનની માગ કરી

નવી દિલ્હી, તા. 11. નવેમ્બર 2018 રવિવાર

સેફ અલી ખાનની છોકરી સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ એક વાર ફરી વિવાદોમાં છે. સુશાંત સિંહ રાજપૂત અને સારાની ફિલ્મ 'કેદારનાથ'નું ટીઝર હમણા જ રીલીઝ કરવામાં આવ્યું હતુ. જેને દર્શકોએ ઘણું પસંદ કર્યુ હતુ. BJPના વરિષ્ઠ નેતા ફિલ્મ કેદારનાથ પર બેન લગાવવાની માગ કરતા આરોપ લગાવ્યો કે હિંન્દુ આની લાગણી દુભાડે છે. અને લવજિહાદને પ્રોત્સાહન આપે છે.

BJPના મીડિયા રિલેશંસ ટીમ સાથે જોડાયેલા અજેન્દ્ર અજયે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રસૂન જોશીને લખ્યું કે સૌથી ખરાબ માનવીય આપદાઓમાંતી એકની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મમાં હિન્દુઓની ભાવનાઓની મજાક ઉડાડે છે.

ફિલ્મના ટીઝરમાં મુખ્ય કલાકાર સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની વચ્ચે કિસિંગ સિન દેખાડવામાં આવ્યું છે. અને પોસ્ટરમાં ટેગલાઈન છે લવ ઈવ અ પિલગ્રિમેઝ તેની પર આપત્તી જતાવતા BJP નેતાએ આરોપ લગાવ્યો કે આ હિન્દુ ધર્મ પર હુમલો છે કારણ કે કેદારનાથમાં કરોડો હિન્દુ આસ્થા રાખે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qx1yAA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages