
અમદાવાદ, 11 નવેમ્બર 2018, રવિવાર
સ્ટૈચ્યૂ ઓફ યૂનિટીએ દુનિયાભરમાં ઈતિહાસ રચી દીધો છે અને હવે તે પ્રવાસીઓ વચ્ચે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે બનેલી સરદાર પટેલની પ્રતિમા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. શનિવારે સ્ટૈચ્યૂ ઓફ યૂનિટીને જોવા માટે નર્મદા જિલ્લાના કેવડિયા ટાઉનમાં લોકોની ભીડ જોવા મળી હતી. આ ભીડના કારણે 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
દિવાળીની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ સ્ટૈચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લીધી અને તેના કારણે સરદાર સરોવર નર્મદા નિગમને સારી એવી કમાણી પણ થઈ છે. પ્રવાસીઓના આગમનથી નિગમને 50 લાખથી વધુ રૂપિયાની આવક થઈ છે. જો આગામી દિવસોમાં પણ પ્રવાસીઓ આવી જ રીતે આવતાં રહ્યા તો નિગમને સારી આવી આવક થતી રહેશે. અહીં ગેલેરી જોવાની ફી 380 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય અહીં મ્યૂઝિયમ, ફ્લાવર્સ વૈલી પણ બનાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર સ્ટૈચ્યૂ ઓફ યૂનિટીની દેખરેખ માટે રોજ 12 લાખનો ખર્ચ થાય છે અને આ મૂર્તિ બનાવવામાં 3000 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AYSoHO
No comments:
Post a Comment