કોંગ્રેસનો એક જ હેતુ, મંદિર નહી બનવા દઇએ, શાખા નહી ચાલવા દઇએ: ભાજપ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

કોંગ્રેસનો એક જ હેતુ, મંદિર નહી બનવા દઇએ, શાખા નહી ચાલવા દઇએ: ભાજપ


નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2018, રવિવાર

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકિય વાતાવરણ ગરમાયેલું છે ત્યારે કોંગ્રેસના વચનપત્રમાં કરવામાં આવેલા એક વાયદા પર વિવાદ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસે પોતાના વચનપત્રમાં કહ્યું છે કે, જો કોંગ્રેસ સત્તા પર આવી તો સરકારી ઇમારતોના પરીસરમાં સંઘની શાખા નહી લાગવા દેશે અને આ વચનના કારણે વિવાદ સર્જાયો છે.

કોંગ્રેસના આ વચન પર ભાજપે આપત્તી વ્યક્ત કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, એવું લાગે છે કે આ દિવસોમાં કોંગ્રેસનો એક જ હેતુ છે, 'મંદિર નહી બનવા દઇએ, શાખા નહી ચાલવા દઇએ.'

બીજી તરફ આ મુદ્દે ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, કોંગ્રેસે સંઘ પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે, સારૂ થયું હોત જો તેઓએ સિમી જેવા આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લાગવ્યો હોત, પરંતુ ત્યાં કેમ લગાવે, તમારી રાજનીતિ તુષ્ટીકરણ અને વોટબેંકની છે. જનતા ક્યારેય તમને માફ નહી કરશે.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે પોતાના વચન પત્રમાં કહ્યું હતું કે, તેમની અહીં સરકાર બનવા પર સરકારી ઇમારતોમાં RSSની શાખા લગાવવા પર પ્રતિબંધ લગાવશે સાથે જ સરકારી કર્મચારીઓને સામેલ થવાના આદેશને પણ રદ્દ કરશે ત્યારે કોંગ્રેસના આ વચનને લઇને રાજકારણ ગરમાયું છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RMmbJh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages