
મુંબઈ, 11 નવેમ્બર 2018, રવિવાર
ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં સરદાર પટેલની પ્રતિમા પર થયેલા ખર્ચને લઈ ભાજપ સરકારને આડેહાથ લીધી છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતએ તેની કોલમમાં લખ્યું છે કે સરદાર પટેલની પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે. દેશની અર્થવ્યવસ્થા ધરાશાયી થઈ રહી છે તેવામાં હજારો કરોડ રૂપિયા પ્રતિમા નિર્માણમાં ખર્ચી દેવામાં આવ્યા છે.
સંજય રાઉતે લખ્યું છે કે સરદાર લોહપુરુષ હતા પણ તે પ્રખર હિંદૂત્વવાદી ન હતા. હિંદૂ રાષ્ટ્રની સંકલ્પના તેમને સ્વીકાર્ય ન હતી. સરદાર પટેલના અધુરા કાર્યોને પુરા કરવા મોદી સરકાર સત્તા પર આવી છે પરંતુ શું કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો છે ?
સામનામાં લખવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા દયનીય બની છે, જો આજે સરદાર હોત તો દેશની સ્થિતી આવી ન હોત. સરદાર પટેલ લોહપુરુષ હતા, કારણ કે તેમના વિચાર લોખંડી હતા તે બદલી ન જતાં. જે સરદાર પટેલના વિચારને અમલમાં નથી મુકી શક્યા તેવા રાજકારણીઓએ ગુજરાતમાં સરદાર પટેલની અતિભવ્ય પ્રતિમાનું નિર્માણ કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્ટૈચ્યુ ઓફ યૂનિટી પર થયેલો 3000 કરોડનો ખર્ચ મોદી સરકાર માટે આલોચનાનો વિષય બની ગયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zLOlfY
No comments:
Post a Comment