RBIની ગાઈડલાઈન બરાબર કરવાની સરકારને ઉતાવળ શા માટે છે ?: ચિદંબરમ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

RBIની ગાઈડલાઈન બરાબર કરવાની સરકારને ઉતાવળ શા માટે છે ?: ચિદંબરમ


દિલ્હી, 11 નવેમ્બર 2018, રવિવાર

પૂર્વ નાણામંત્રી તેમજ વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી. ચિદંબરમએ રિઝર્વ બેન્ક મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકારને પ્રશ્ન પુછ્યા છે કે આરબીઆઈની ગાઈડલાઈન બરાબર કરવાની સરકારને ઉતાવળ શા માટે છે ? તેમણે ઉમેર્યું હતું કે સરકારના કાર્યકાળના માત્ર ચાર મહિના જ બચ્યા છે તેવામાં આ ઉતાવળ શા માટે કરવામાં આવી રહી છે.

ચિદંબરમએ ટ્વીટ કરી અને રિઝર્વ બેન્ક પાસેથી પૈસા માંગવા માટે કેન્દ્ર સરકારની આલોચના કરી હતી. અનડીએ સરકારએ તેમના કાર્યકાળનો મહત્તમ સમય પસાર કરી લીધો છે. હવે માત્ર ચાર મહિના બાકી રહ્યા છે ત્યારે આ કામ કરવાની ઉતાવળ સરકારને આવી છે. સરકારને જો હવે પૈસાની જરૂર નથી તો પછી રિઝર્વ બેન્ક પર દબાણ શા માટે કરવામાં આવી રહ્યું છે ? તેમ ચિદંબરમએ વધુમાં ઉમેર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે શુક્રવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરકાર બેન્ક પાસેથી પૈસા નથી માંગતી પરંતુ કેન્દ્રીય બેન્ક પાસે આરક્ષિત કોષની માત્રા પર ચર્ચા કરી રહી છે. નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગઅ કહ્યું હતું કે રિઝર્વ બેન્ક પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માંગવાનો કોઈ પ્રસ્તાવ કરવામાં નથી આવ્યો. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T428aQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages