
નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2018, રવિવાર
સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચે જી. જનાર્દન રેડ્ડીની લાંચ કેસમાં લાંબી પુછપરછ બાદ ધરપકડ કરી છે. રેડ્ડીએ શનિવારે ક્રાઇમ બ્રાંચ સમક્ષ પુછપરછ માટે હાજર થયાં હતા. રેડ્ડીને 24 નવેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચે રેડ્ડીના નજીકના ગણાતા અલી ખાનની ધરપકડ કરી છે.
કરોડો રૂપિયાના પોંજી સ્કિમ મામલેમાં સંડોવણીના આરોપ મામલે જનાર્દન રેડ્ડીએ પોતાના વકિલ સાથે તપાસ અધિકારી સામે હાજર થયા હતા. આ પહેલા કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી હતી. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચના એડિશનલ સીપી આલોક કુમારે જણાવ્યું કે, અમે પુરતા પુરાવાના આધારે જનાર્દન રેડ્ડીની ધરપકડ કરી છે. રેડ્ડીને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને રકમ જપ્ત કરી રોકાણકારોને પરત આપવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yYW7DO
No comments:
Post a Comment