ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ CM, મંત્રીઓ-હોદ્દેદારોને છૂટથી મળ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ CM, મંત્રીઓ-હોદ્દેદારોને છૂટથી મળ્યા

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2018, શનિવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિવાળી પર્વ નિમિત્તે પરિવાર સાથે ઉજવણી કરવા ધનતેરસથી જ અમદાવાદ આવી ગયા હતા. પ્રથમ બે દિવસ સુધી સતત પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.


પૌત્રીને તેડીને વસ્ત્રાપુરની કલ્યાણપુષ્ટિ હવેલીએ દર્શન કરવા પણ ગયા હતા. પરંતુ દિવાળીના દિવસથી સમર્થકોને છૂટથી મળવાનું શરૂ કર્યું હતું. તેઓને મળવા માટે સમર્થકોની સતત ભીડ દેખાઇ હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી બેસતા વર્ષના દિવસે અને ભાઇબીજે અમિત શાહને મળ્યા હતા. ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતનાં કેટલાય મંત્રીઓ, ભાજપ પ્રદેશ સંગઠનનાં નાના મોટા નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો અમિત શાહને મળ્યા હતા.

રાષ્ટ્રીય પ્રમુખે પોતાના ઘરે સાલ મુબારક કરવા આવનારા લોકોને મીઠાઇ ખવડાવી મ્હોં મીઠું કરાવ્યું હતું. તેમજ તેમની સાથે હળવા મૂડમાં વાતચીત પણ કરી હતી.

ભાજપનાં કેટલાક હોદ્દેદારોએ આ તક ઝડપીને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ માટેની તો અમુકે બોર્ડ-નિગમોમાં કે સંગઠનમાં સ્થાન મેળવવા માટેની માંગણી કરી લીધી હતી. ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખે તમામને આશ્વાસન આપ્યું હતું. જો કે કેટલાક અસંતુષ્ટોએ આડકતરી રીતે પોતાની ફરીયાદ પણ પહોંચાડી દીધી છે.

દરમિયાનમાં અમિત શાહે મુખ્યમંત્રી સહિતનાં નેતાઓ સાથે બંધબારણે કરેલી મીટીંગમાં જસદણની પેટા ચૂંટણી તેમજ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીને લઇને ચર્ચા-વિચારણા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ઊભી થઇ રહેલી સમસ્યાઓને કારણે પણ ભાજપને ફટકો પડે તેવો માહોલ ઊભો થયો છે. જેથી લોકોની નારાજગી દૂર કરવાનું કહેવાયું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T3o45K

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages