ભાજપના સાંસદ પ્રભાતસિંહની ડંફાસ: હું લોકસભામાં 3 લાખ મતથી જીતીશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

ભાજપના સાંસદ પ્રભાતસિંહની ડંફાસ: હું લોકસભામાં 3 લાખ મતથી જીતીશ

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2018, શનિવાર

પંચમહાલનાં ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા સાથેની મુલાકાત બાદ મીડિયા સમક્ષ કેટલીક ડંફાસ મારી હતી.

તેઓએ કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી ૩૦મી એપ્રિલે યોજાશે. જેમાં મને ટિકિટ મળશે. એટલું જ નહીં હું ત્રણ લાખથી વધુની સરસાઇથી આ બેઠક જીતી લઇશ. નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે..!!!

પ્રભાતસિંહે કહ્યું કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરાશે. ભારતીય સંસ્કૃતિ મુજબનું નામ રખાશે. પંચમહાલ જિલ્લામાંથી પાવાગઢને અલગ જિલ્લો બનાવવો જોઇએ. જેટલા નાના જિલ્લા અને તાલુકા હશે તેટલો તેનો ઝડપથી વિકાસ થશે.

આશ્ચર્યની વાત એ છે કે હજુ લોકસભાની ચૂંટણીને આડે છથી સાત મહિના બાકી છે. ચૂંટણી પણ જાહેર થઇ નથી. આમ છતાં પ્રભાતસિંહે હાઇકમાન્ડને સાઇડમાં મૂકીને પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. તેઓ આટલેથી અટક્યા નહોતા. તેમણે કહ્યું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મને સતત ત્રીજી વખત અને ત્યારબાદ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં સતત ચોથી વખત ટિકિટ મળશે અને હું જીતી જઇશ. સાંસદના આવા બેફામ નિવેદન અંગે ભાજપમાં ભારે ચર્ચા થઇ રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RQ0p7D

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages