દિવ,સાપુતારા સહિતના પર્યટન સ્થળોએ ભીડ ઉમટી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

દિવ,સાપુતારા સહિતના પર્યટન સ્થળોએ ભીડ ઉમટી



અમદાવાદમાં ય રિવરફ્રન્ટ,કાંકરિયા,બાલવાટિકામાં કિડીયારુ ઉભરાયું,મ્યુનિ.કોર્પોરેશનને લાખોની આવક

અમદાવાદ,શનિવાર,તા,10,નવેમ્બર,2018

મોંઘવારીને કારણ લોકોને હવે તહેવારો ઉજવવા જ નહીં,પણ પ્રવાસે જવાનુ ય મોંઘુ પડી રહ્યું છે. આ કારણોસર લોકોએ ઓછા ખર્ચે દિવાળીની રજાઓનો આનંદ માણ્યો હતો. આ દિવાળીએ દિવ,સાપુતારા,ગીર ઉપરાંત બિચ ફેસ્ટિવલમાં લોકોની ભીડ જામી હતી તો, બીજી તરફ,અંબાજી,સોમનાથ,દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ પણ લોકોનો ભારે જમાવડો રહ્યો હતો.

અંબાજી,સોમનાથ-દ્વારકા જેવા તિર્થધામો પર ધસારો,બીચ ફેસ્ટીવલમાં લોકો ઉમટ્યાં

મોંઘવારીને લીધે ગુજરાતના જ પ્રવાસન-ધાર્મિક સ્થળોએ પરિવાર સાથે જવાનુ લોકોએ પસંદ કર્યુ છે. લોકો પરિવાર સાથે દરિયાકિનારે અને હિલસ્ટેશનોએ દિવાળીની રજા માણી હતી જના કારણે સાપુતારામાં પર્યટકોનો ભારે ધસારો રહ્યો હતો. આ ઉપરાંત દિવ સહિત તિથલ,માધવપુર,સુવાલીમાં બિચ ફેસ્ટિવલમાં ય લોકો જાણે ઉમટયા હતાં. શહેરોની દોડભાડથી કંટાળેલા લોકોએ દરિયાકિનારે બિચ ગેમ્સ રમી ભરપૂર આનંદ માણ્યો હતો. છેલ્લા બે દિવસમાં ૨૦ હજારથી વધુ લોકોએ આવી દરિયાકિનારે મોજ માણી હતી. આ ઉપરાંત ગીર-સાસણમાં જંગલોમાં વિહરતાં એશિયાઇ સિંહો અને જંગલી પ્રાણી જોઇને લોકો વેકેશનની મોજ માણી હતી.

અંબાજી, સોમનાથ,દ્વારકા,કચ્છમાં માતાના મઢ સહિતના ધાર્મિક સ્થળોએ પણ ધર્મશાળાથી માંડીને ગેસ્ટહાઉસો હાઉસફુલ થઇ ગઇ હતી.આમ,પ્રવાસન સ્થળોએ હજારો લોકો ઉમટયા હતાં.

અમદાવાદમાં ય રિવરફ્રન્ટ પર લોકોએ બોટમાં બેસીને આનંદ માણ્યો હતો . આ ઉપરાંત કાંકરિયામાં તો હજારોની ભીડ ઉમટી હતી. લોકોએ વિવિધ રાઇડ્સમાં બેસીને મજા માણી હતી. છેલ્લા બે દિવસ તો હૈયુ દળાય તેવી ભીડ જામી હતી. દિવાળીના તહેવારોને કારણે મ્યુનિ.કોર્પોરેશનને લાખોની આવક થઇ હતી.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z6bBpD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages