દિવાળી-બેસતાવર્ષના દિવસે જ હવા ઝેરી બની, અમદાવાદ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પુઅર કેટેગરીમાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

દિવાળી-બેસતાવર્ષના દિવસે જ હવા ઝેરી બની, અમદાવાદ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પુઅર કેટેગરીમાં

હવાના પ્રદૂષણમાં અમદાવાદ દેશમાં બીજા ક્રમે

અમદાવાદનો એર કવોલિટી ઇન્ડેક્સ વધીને ૩૮૭ થયો

લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડયા, બોપલ, સેટેલાઇટ,પિરાણા,રખિયાલ સૌથી પ્રદૂષિત વિસ્તારો

અમદાવાદ,શનિવાર,તા,10,નવેમ્બર,2018

સુપ્રિમકોર્ટના આદેશને પગલે આ વર્ષ પોલીસે જાહેરનામુ બહાર પાડીને ફટાકડાં ફોડવાના નિયમો જાહેર કર્યા હતા આમ છતાંય અમદાવાદીઓએ કાયદાની એસીતેસી કરી મોડી રાત સુધી ફટાકડા ફોડયા હતાં. પરિણામે હવામાં પ્રદુષણની માત્રા એટલી વધી હતીકે,અમદાવાદમાં એર કવોલિટી ઇન્ડેક્સ ૩૮૭ સુધી પહોંચ્યો હતો. દિવાળી-બેસતાવર્ષના દિવસે જ હવા ઝેર બની રહી હતી. આખાય દેશમાં એર કવોલિટી ઇન્ડેક્સમાં અમદાવાદ ત્રીજા ક્રમે રહ્યુ હતું જયારે ગુજરાતમાં પ્રથમ નંબરે રહ્યુ હતું.

હવાના પ્રદુષણની ગંભીરતાને પગલે જ સુપ્રિમકોર્ટે રાત્રે ૮થી ૧૦ સુધી જ ફટાકડાં ફોડવા આદેશ કર્યો હતો તેમ છતાંય દિવાળી-બેસતાવર્ષના દિવસે મોડી રાત સુધી ફટાકડાં ફુટતા રહ્યા હતાં. માત્ર અમદાવાદ જ નહીં,અન્ય શહેરોમાં પોલીસના જાહેરનામાનો જાણે અમલ જ થયો નહીં.ઝેરી રજકણો-ધુમાડો ઓકતા ફટાકડાં ફુટતા હવા એટલી હદે પ્રદુષિત બની કે, દિવાળીના દિવસે પિરાણા,ગિફ્ટ સિટી,રાયખડ,ચાંદખેડા વિસ્તારોમાં હવામાં પીએમ-૧૦ અને પીએમ ૨.૫ની માત્રા વધીને છેક ૩૪૦ સુધી પહોંચી ગઇ હતી. દિવાળીની રાત્રે શહેરમાં ચારેકોર ફટાકડાં ફુટતા બેસતા વર્ષના દિવસે હવા વધુ પ્રદુષિત બની હતી. બેસતા વર્ષના દિવસે તો હવા એટલી ઝેરી બની કે, આખાય અમદાવાદમાં એકેય વિસ્તાર એવો ન હતો કે,જયાં હવામાં પ્રદુષણની માત્રા નિયત મર્યાદા કરતાં વધુ ન હોય. એટલુ જ નહીં,શહેરમા મોટાભાગના વિસ્તારોમાં પીએમ૧૦,પીએમ૨.૫ની માત્રા ૫૭૫ સુધી પહોંચી ગઇ હતી. દિવાળીના દિવસે એર કવોલિટી ઇન્ડેક્સ ૨૦૧ હતો તે બેસતાવર્ષના દિવસે વધીને ૩૮૭ પહોંચ્યો હતો.

હવા ઝેરી બનતાં એવી માર્ગદર્શિકા બહાર પાડવી પડી કે, ઘરની બહાર માસ્ક પહેરીને નીકળવુ,ઘરના બારી-બારણાં બંધ કરી દેવા,હવાનું પ્રદુષણ વધુ હોય તેવા વિસ્તારોમાં જવાનુ ટાળવુ,શ્વાસ લેવામાં તકલીફ થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો. અમદાવાદ જાણે દિલ્હીની સરખામણીમાં આવ્યુ હતું. દિલ્હી,પૂણે અને મુંબઇમાં ય દિવાળીને પગલે હવામાં પ્રદુષણ વધ્યુ હતું. આ ચારેય શહેરોમાં અમદાવાદમાં બીજા ક્રમે રહ્યુ હતું. આમ,હવામાં પ્રદુષણ નિયંત્રણ કરવાની સરકારી તંત્રની કવાયત જાણે માથે પડી હતી.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OBWfxT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages