અમદાવાદ,તા. 10,
નવેમ્બર, 2018, શનિવાર
જુહાપુરામાં સાબાદ પાર્ક સોસાયટી પાસે શુક્રવારે મોડી રાતે જૂની અદાવતમાં ચાર શખ્સોએ આવીને મહિલાને ધમકી આપી હતી કે તારો છોકરો ક્યાં છે પતાવી દઇશ. ત્યારબાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ત્યાંથી પસાર થતા યુવકને પગમાં ગોળી વાગી હતી. આ બનાવ અંગે વેજલપુર પોલીસે ચાર શખ્સો સામે ખૂનની કોશિષનો ગુનો નોધીને શોધખોળ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે જુહાપુરા બરફની ફેકટરી પાસે સાબાદ પાર્કની બાજુમાં નુરે ઇલાહી સોસાયટીમાં રહેતા રઇશાબાનું સલીમભાઇ શેખએ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે અઝરુદીન ઉર્ફે અઝહર કીટલી ઈસ્માઇલ શેખ અને સરફરાઝ કીટલી ઇસ્માઇલ શેખ તથા ઉસ્માન ઉર્ફે શાહરુખ સરદાનખાન પઠાણ તેમજ અઝહરનો ભાણો કૈયુમ સામે ફરિયાદ નોધાવી છે કે તા. ૮ના રોજ રાત્રે તેમના દિકરા સોહીલ ફોન પર અઝરુદીનનું નામ લઇને ફોન પર વાત કરતો હતો, જેથી માતાએ પુછતાં તેણે કહ્યું કે તેના મિત્ર મઝહરભાઇ (ભઠિયારા)ને ચલમ પીવા બાબતે અઝહર કીટલી માર મારતો હતો. જેથી મહિલાનો દિકરો માર નહી મારવા બાબતે અઝહરુદીનને સમજાવતો હતો.
બીજીતરફ અઝહરુદીને ્સોહીલને ફોન કરીને અમારી તકરારમાં કેમ વચ્ચે પડે છે. સોહીલની માતાએ પણ ફોન પર અઝહુદ્દીને ધમકી આપી હતી કે તારા છોકરા અને ભઠિયારાને પતાવી દઇશ. તા. ૯ના રોજ ઉપરોક્ત ચારેય શખ્સો ફરિયાદી મહિલાના ઘરે આવ્યા હતા અને સરફરાજ કીટલીએ કહ્યું તારો છોકરો ક્યાં ગયો આજે તેને પતાવીશ દઇશ, તેમ કહીને ખિસ્સામાં પિસ્તોલ કાઢી હતી હાજર લોકો તેને સમજાવા જતાં તેણે ૩ રાઉન્ડ ફાયરિંગ કરતાં ત્યાંથી પસાર થતાં અને નજીકની સોસાયટીમાં રહેતા મોઇનુદ્દીન ઝહીરુદ્દીન શેખ નામના યુવકના ડાબા પગમાં ગોળી વાગી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T58Vki
No comments:
Post a Comment