મીલર-ડુ પ્લેસીસની આક્રમક સદીઓ : સાઉથ આફ્રિકા વન ડેની શ્રેણી જીત્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

મીલર-ડુ પ્લેસીસની આક્રમક સદીઓ : સાઉથ આફ્રિકા વન ડેની શ્રેણી જીત્યું

હોબાર્ટ, તા.૧૧

મીલરના ૧૩ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૦૮ બોલમાં ૧૩૯ રન તેમજ ડુ પ્લેસીસના ૧૫ ચોગ્ગા અને બે  છગ્ગા સાથે ૧૧૪ બોલમાં ૧૨૫ રનની મદદથી સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૩૨૦નો સ્કોર ખડકીને ત્રીજી અને આખરી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૦ રનથી હરાવ્યું હતુ. સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને તેના જ હોમગ્રાઉન્ડ પર વન ડે શ્રેણીમાં ૨-૧થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. જીતવા માટેના ૩૨૧ના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ શોન માર્શના ૧૦૬ની મદદથી નવ વિકેટે ૨૮૦ રન કર્યા હતા. 

મીલર-ડુ પ્લેસીસની ૨૫૨ની ભાગીદારી

મીલર અને ડુ પ્લેસીસની જોડીએ વિસ્ફોટક બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયન બોલરોને મેદાનની ચારેબાજુ ફટકાર્યા હતા. મીલર- ડુ પ્લેસીસે ૫૫/૩ના સ્કોરથી સાઉથ આફ્રિકાને ૩૦૭/૩ સુધી પહોંચાડયું હતુ. આ તેમની ઓસ્ટ્રેલિયા સામેની સૌથી મોટી ભાગીદારી હતી. 

આખરી ૧૫ ઓવરમાં ૧૭૪ રન 

ઓસ્ટ્રેલિયાના બોલરોએ આખરી ૧૫ ઓવરમાં ૧૭૪ રન આપ્યા હતા. જે ૨૦૦૧ બાદ તેમણે છેલ્લી ૧૫ ઓવરમાં આપેલા સૌથી વધુ રન હતા. અગાઉ તેમણે ૨૦૧૩માં ભારત સામેની બેંગ્લોર વન ડેમાં આખરી ૧૫ ઓવરમાં ૧૭૩ રન આપ્યા હતા. સાઉથ આફ્રિકાએ તેની ઈનિંગની આખરી પાંચ ઓવરમાં ૭૫ રન ફટકાર્યા હતા, જેમાં સ્ટાર્કની એક ઓવરમાં લીધેલા ૩૦ રન સામેલ હતા. આ કારણે સાઉથ આફ્રિકા પહેલી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૩૦૦નો સ્કોર કરી શક્યું હતુ. 

મીલરની રેકોર્ડ બ્રેકિંગ ઈનિંગ ડુ પ્લેસીસને આભારી

મીલરની ૧૦૮ બોલમાં ૧૩૯ રનની રેકોર્ડ ઈનિંગ તેના સાથીદાર ડુ પ્લેસીસને આભારી રહી હતી. મેક્સવેલે નાંખેલી ઈનિંગની ૩૩મી ઓવરમાં મીલર ૪૧ રને હતો, ત્યારે અમ્પાયર અલીમ દારે તેને લેગબિફોર વિકેટ આઉટ જાહેર કર્યો હતો. જોકે આ પછી ડુ પ્લેસીસ અને મીલરે ચર્ચા કર્યા બાદ ડુ પ્લેસીસે રિવ્યુ માંગ્યો હતો, જેના પર અમ્પાયરે ધ્યાન આપ્યું નહતુ. જે પછી મીલરે રીવ્યુ માંગ્યો હતો. જોકે આ દરમિયાન ખુબ જ મોડુ થઈ ગયું હોવાની ફરિયાદ ઓસ્ટ્રેલિયન ચાહકોએ કરી હતી. અલબત્ત અમ્પાયરે રિવ્યુને માન્ય રાખ્યો હતો અને મીલરને જીવતદાન મળ્યું હતુ, જે ઓસ્ટ્રેલિયા માટે જોખમી સાબિત થયું હતુ. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JWrbbN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages