ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાના સેલમાં રૂ. 2,400 કરોડનું રેકોર્ડબ્રેક વેચાણ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાના સેલમાં રૂ. 2,400 કરોડનું રેકોર્ડબ્રેક વેચાણ

- અમેરિકામાં બ્લેક ફ્રાઈડે અને સાયબર મન્ડે જેવા ઓનલાઈન સેલનું કુલ વેચાણ પણ અલીબાબાથી ઓછું

- ઝિઓમી અને એપલ બ્રાન્ડની ચીજોનું સૌથી વધારે વેચાણ, ચીન સહિત અમેરિકા, જાપાન અને જર્મનીમાં પણ જંગી બિઝનેસ થયો 

નવી દિલ્હી, તા.11 નવેમ્બર 2018,રવિવાર

ચીનની ઈ કોમર્સ કંપની અલીબાબાએ સિંગલ ડે સેલમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. અલીબાબાનું સેલ શરૂ થતાં પાંચ જ મિનિટમાં ૩૦૦ અબજ ડૉલરનો સામાન વેચાઈ ગયો હતો.

રવિવારે શરૂ થયેલું આ સેલ ફક્ત ૨૪ કલાક જ ચાલવાનું હતું. સેલ શરૂ થયાના એક જ કલાક પછી અલીબાબાએ દસ અબજ ડૉલરનો વકરો કરી લીધો હતો. ત્યાર પછી આ આંકડો મોડી રાત્રિ સુધી ૨૪.૩ અબજ ડૉલર (આશરે રૂ. ૨,૪૦૦  કરોડ) સુધી પહોંચી ગયો હતો. 

અલીબાબા દર વર્ષે ૧૧મી નવેમ્બરે ૨૪ કલાક માટે આવું સેલ શરૂ કરે છે. આ કારણસર તે ૧૧-૧૧ શૉપિંગ ગાલા તરીકે પણ ઓળખાય છે. અલીબાબાએ ફક્ત ચીનમાં જ નહીં, અમેરિકા, જાપાન અને જર્મનીમાં પણ ધમાકેદાર બિઝનેસ કર્યો હતો. અલીબાબાએ કરેલા દાવા પ્રમાણે, વિશ્વમાં આટલો મોટો શૉપિંગ ફેસ્ટિવલ ફક્ત અલીબાબા કરે છે. જોકે, ગયા વર્ષે ૧૧-૧૧ સેલમાં અલીબાબાએ ૨૫.૩ અબજ ડૉલરનો બિઝનેસ કર્યો હતો.

અલીબાબાના સૂત્રોના જણાવ્યાનુસાર, સૌથી વધારે ખરીદી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની થઈ હતી, જેમાં ઝિઓમીથી લઈને એપલ સુધીની બ્રાન્ડના મોબાઈલ ફોન સૌથી વધારે છે. આ ઉપરાંત ફેશન અને બ્યુટી પ્રોડક્ટ્સ, હોમ એન્ડ ગાર્ડન, ઓટોમોબાઈલ, ફૂટવેર, લગેજ અને ઓટોમોબાઈલને લગતી ચીજવસ્તુઓનું જંગી વેચાણ થયું હતું.  ચીનમાં પણ ઓનલાઈન ખરીદી માટે ભારતની જેમ અનેક કંપનીઓ લોકપ્રિય છે, જેમાં જેડી.કોમ, મોગુજિયે અને વિપશોપનો સમાવેશ થાય  છે.

જોકે, અનેક કંપનીઓની હરીફાઈ વચ્ચે અલીબાબાનું વેચાણ હંમેશા વધારે હોય છે. અમેરિકામાં બ્લેક ફ્રાઈડે અને સાયબર મન્ડે જેવા નામોથી ઓનલાઈન સેલ યોજાતા હોય છે, પરંતુ આ બંને સેલમાં પણ અલીબાબા જેટલું કુલ વેચાણ થતું નથી. છેલ્લાં કેટલાક સમયથી ભારતમાં પણ અલીબાબાનું વેચાણ વધ્યું છે.

નોંધનીય છે કે, અલીબાબાએ ૨૦૦૯માં ૨૪ કલાકના સેલની શરૂઆત  કરી હતી. એ પછી ઓનલાઈન બિઝનેસમાં તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. હવે દર વર્ષે ભારત સહિત વિશ્વભરના હોલસેલરો અને સામાન્ય લોકો અલીબાબાના સેલની આતુરતાથી રાહ જોતા હોય છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DftvJp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages