એટીપી એવોર્ડ્ઝઃ યોકોવિચ બેસ્ટ કમબૅક પ્લેયર, ફેડરર ફેન્સ ફેવરિટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

એટીપી એવોર્ડ્ઝઃ યોકોવિચ બેસ્ટ કમબૅક પ્લેયર, ફેડરર ફેન્સ ફેવરિટ

લંડન, તા.૧૧

મેન્સ ટેનિસ પ્લેયર્સની સર્વોચ્ચ સંસ્થા - એટીપી -એ તેના વાર્ષિક એવોર્ડ્ઝની જાહેરાત કરી દીધી છે. કોણીની ઈજાની સર્જરી બાદ પરેશાન રહેલા સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે ચાલુ વર્ષે ધમાકેદાર પર્ફોમન્સ આપતાં વિમ્બલ્ડન અને યુએસ ઓપન ટાઈટલ જીતવાની સાથે ફરી વખત નંબર વનનો તાજ હાંસલ કર્યો હતો. આ સાથે એટીપીએ યોકોવિચને ચાલુ વર્ષનો કમબૅક પ્લેયર ઓફ ધ યર જાહેર કર્યો હતો. તેને વર્લ્ડ નંબર વન તરીકે તો સન્માન આપવામાં આવ્યું જ હતુ. 

યોકોવિચની સાથે મેન્સ ટેનિસ પર પ્રભુત્વ જમાવનારા સ્વિસ લેજન્ડ ફેડરર અને સ્પેનિશ સ્ટાર નડાલનું પણ સન્માન થયું હતુ. આ તમામ એવોર્ડના વિજેતા એટીપી પ્લેયર્સના વોટિંગને આધારે નક્કી થયા હતા. યોકોવિચ ઈજા અને કંગાળ ફોર્મને કારણે છેક ૨૨માં ક્રમે ફેંકાઈ ગયો હતો. જોકે તેણે જબરજસ્ત પર્ફોમન્સ આપતાં સફળતા મેળવી હતી. યોકોવિચના કોચ મારિન વાજ્દાને એટીપી કોચ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા. 

સ્ટેફન એડબર્ગ સ્પોર્ટસમેનશીપ એવોર્ડ પર છેલ્લા સાત વર્ષથી ફેડરરે કબજો જમાવ્યો હતો. જોકે આ વખતે સ્પોર્ટસમેનશીપ એવોર્ડ નડાલે જીતીને ફેડરરના દબદબાનો અંત આણ્યો હતો. વર્ષ ૨૦૦૪થી અત્યાર સુધી સ્પોર્ટસમેનશીપ એવોર્ડ પર ફેડરર-નડાલનો દબદબો રહ્યો છે. ફેડરર ૧૩ વખત એવોર્ડ જીત્યો છે.

જોકે ફેડરર સળંગ ૧૬માં વર્ષે ફેન્સ પ્લેયર ઓફ ધ યર જાહેર થયો હતો. ટૂંકમાં ૧૬ વર્ષથી ટેનિસ જગતના ચાહકોમાં ફેડરરની લોકપ્રિયતાની નજીક કોઈ પહોંચી શક્યું નથી. 

એટીપીના મેજર એવોર્ડ્ઝ પર નજર

એટીપી વર્લ્ડ નંબર વન : યોકોવિચ (સર્બિયા)

કમબૅક પ્લેયર ઓફ ધ યર : યોકોવિચ (સર્બિયા)

સ્પોર્ટસમેનશીપ એવોર્ડ : નડાલ (સ્પેન)

ફેન્સ ફેવરિટ પ્લેયર એવોર્ડ : ફેડરર (સ્વિત્ઝર્લેન્ડ)

મોસ્ટ ઈમ્પ્રુવ્ડ પ્લેયર ઓફ ધ યર : સિત્સિપાસ (ગ્રીસ)

ન્યુ-કમર ઓફ ધ યર : એલેક્સ ડે મિનાર (ઓસ્ટ્રેલિયા)

એટીપી કોચ ઓફ ધ યર : મારિન વાજ્દા




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AYq2gI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages