રેલવે પોતાના જનરલ મેનેજરોને ભાવનાત્કમ અને સંવેદનશીલ બનવા શિક્ષણ આપી રહ્યું છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

રેલવે પોતાના જનરલ મેનેજરોને ભાવનાત્કમ અને સંવેદનશીલ બનવા શિક્ષણ આપી રહ્યું છે

વડોદરા ખાતે નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેઝમાં યોજાયેલા સેમિનારમાં હાજર જનરલ મેનેજરો ભાવનાત્મક બનવાનું શિક્ષણ લઇ રહ્યા છે
વડોદરા,તા.11 નવેમ્બર, રવિવાર

'ભારતીય રેલવેમાં તીવ્ર ગતિથી પરિવર્તન આવી રહ્યું છે એક તરફ મોટાપાયે ફેરફારો થઇ રહ્યા છે બીજી તરફ સમસ્યાઓ અને પડકારો પણ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આવા સમયે રેલવેને એવા અધિકારીઓના નેતૃત્વની જરૃર છે જેમનામાં પોતાના ક્ષેત્રનું પૂર્ણ જ્ઞાાન હોવા ઉપરાંત સંવેદનાત્મક બુધ્ધિ (ઇમોશનલ ઇન્ટેલિજન્સી) પણ હોય' તેમ આજે વડોદરા ખાતે નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ખાતે રેલવેના જનરલ મેનેજરો અને એડિશનલ મેનેજરો માટે યોજાયેલા બે દિવસીય સેમિનારના પ્રથમ દિવસે ઇન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસ, હૈદ્રાબાદના વિઝિટીંગ ફેકલ્ટી રાજેશ્વર ઉપાધ્યાયે કહ્યું હતું.

તેમણે સંવેદનાત્મક અથવા તો ભાવત્મક બુધ્ધિ એટલે શું અને તેના ઉપયોગથી પોતાના જીવનમાં અને કાર્યક્ષેત્રમાં શું પરિવર્તન લાવી શકાય તે અંગે વધુ સમજ આપી હતી કે ' નવા પડકારો જે આવી રહ્યા છે તે હવે ગંભીર પડકારો છે કેમ કે આ પડકારો સામાન્ય પડકાર નથી પરંતુ લોકોની ફરિયાદો, સમસ્યાઓ, પિડાને સમજવાની છે અને તેનો નિકાલ કરવાનો છે અને તે એવા અધિકારીઓ જ કરી શક્શે જેમનામાં ભાવનાત્મક સમજ, ભાવનાત્કમ બુધ્ધિ હશે. જે વ્યક્તિ પોતાની સંવેદના સમજી શકે છે અને તેને સારી રીતે વ્યક્ત કરી શકે છે ઉપરાંત સામેવાળી વ્યક્તિની ભાવના સમજીને તેને આદર આપી શકે છે તે વ્યક્તિ જ ભવિષ્યનો લીડર હશે'

 આ કાર્યક્રમમાં હાજર રહેલા રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાની મેનેજરો અને એડિશનર જનરલ મેનેજરોને કાલે સંબોધન કરશે.તેમ છતા આજે તેઓએ મેનેજરોને હ્યુમન રીસોર્સની સમસ્યાઓને પ્રાધાન્ય આપવાનું સૂચન કર્યુ હતું.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FggK3T

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages