ઢાકા, તા.૧૧
મોમીનુલ હકના ૧૬૧ તેમજ રહીમના નોટઆઉટ ૧૧૧ની મદદથી બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં સંગીન પ્રારંભ કરતાં પ્રથમ દિવસની રમતના અંતે પાંચ વિકેટે ૩૦૩ રન ફટકાર્યા હતા. રમતના અંતે રહીમની સાથે મહમુદુલ્લાહ ખાતુ ખોલાવ્યા વિના નોટઆઉટ રહ્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી જાર્વિસે ૪૮ રનમાં ત્રણ વિકેટ ઝડપીને યજમાન ટીમને પરેશાન કરી હતી.
નોંધપાત્ર છે કે, ઝિમ્બાબ્વે શ્રેણીમાં ૧-૦થી સરસાઈ ધરાવે છે. ઢાકામાં શરૃ થયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જાર્વિસે શરૃઆતમાં પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા બાંગ્લાદેશના ઓપનરો - કાયેસ (૦) અને દાસ (૯)ને માત્ર ૧૬ના સ્કોર પર પેવેલિયન ભેગા કરી દીધા હતા. જે પછી ટિરિપાનોએ મિથુન (૦)ને આઉટ કરતાં બાંગ્લાદેશનો સ્કોર ૨૬/૩ થઈ ગયો હતો. જોકે આ પછી મોમીનુલ હક અને રહીમની જોડીએ બાજી સંભાળતાં ૨૬૬ રનની ભાગીદારી કરી હતી.
મોમીનુલની ૧૯ ચોગ્ગા સાથેની ૨૪૭ બોલમાં ૧૬૧ રનની ઈનિંગનો અંત ચતારાએ આણ્યો હતો. જે પછી તૈજુલને ૪ રને જાર્વિસે શિકાર બનાવ્યો હતો. જોકે રહીમ એક છેડે ટકી રહ્યો હતો અને ૯ ચોગ્ગા સાથે ૧૧૧ રને નોટઆઉટ રહ્યો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PUr45C
No comments:
Post a Comment