બે એરીયા, તા. 05 નવેમ્બર 2018, સોમવાર
અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી. ખાતેની એમ્બેસી ઓફ ઇન્ડિયા ભારતમાં ઉજવાતા દરેક રાજકિય ઉત્સવો અને દિવાળી-ગણેશ ચતુર્થી, હોળી જેવા તહેવારો ભારે હર્ષો ઉલ્લાસથી ઉજવે છે.
એમ્બેસેડર ઓફ ઇન્ડિયા Hon Shri Navtej Sarna ના નેતૃત્વ હેઠળ બારત દેશના સંસ્કાર-સંસ્કૃતિ - કલા - સંગીતના વારસાને અમેરિકામાં જાળવવા માટેના જે સંનિષ્ઠ પ્રયત્નો થાય છે તે પ્રસંશનીય છે.
એમ્બેસીના ફર્સ્ટ સેક્રેટરી Mr. Shambhu Hakki એ શુક્રવાર ૨ નવેમ્બર, ૨૦૧૮ના રોજ એમ્બેસી ઓફ ઇન્ડિયામાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મ જયંતિ ને ઉજવવા ૨૦૦થી વધુ સંખ્યામાં એકત્ર થયેલા રાજદ્વારી, વહીવટી અધિકારીઓ, વિશિષ્ઠ મહાનુભાવોનો સત્કાર કર્યો હતો.
આજના પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટિનું એન્થેમ ગવાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન ઉપર ફિલ્મ રજૂ કરી હતી અને એકઝીબીશનનું પણ સુંદર આયોજન થયું હતું.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ppv9j2
No comments:
Post a Comment